અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી, PMOમાંથી અપાયા આદેશ

Text To Speech
  • CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી
  • PMOમાંથી સુચના આવતાં જ સરકારે અમલ કર્યો

CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી કરાઈ હોવાનું સામે આવ્યું છે.મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પત્રિકા કાંડમાં નામ બહાર આવનારા જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા બાદ તપાસનો રેલો પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું હતું.જોકે, આ બાબતે ગાંધીનગરમાં કોઈ કંઈ બોલવા તૈયાર નથી,

પત્રિકાકાંડમાં કેશ શાહના નામ બહાર આવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિમલ શાહ છેલ્લા કેટલાક વર્ષોથી સીએમઓમાં ફરજ બજાવતા હતા. પરંતું તાજેતરમાં ગુજરાત ભાજપના પ્રદિપસિંહ વાઘેલાના પત્રિકાકાંડમાં પરિમલ શાહના ભાણિયા જીમિત શાહ અને પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા હતા.ત્યારે એવી ચર્ચા પણ વહેતી થઈ હતી કે, સીએમઓના ઓફિસમાં જ બેસીને પરિમલ શાહે વાઘેલાની વિરુદ્ધના પત્રિકાના લખાણનો ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

પરિમલ શાહનું રાજીનામુ લઈ લેવાય તેવી ચર્ચા
જીમિત શાહની પૂછપરછ ચાલી રહી હતી. ત્યારે જ પરિમલ શાહનું રાજીનામુ લઈ લેવાય તેવી ચર્ચા હતી. પરંતું તેઓ બચી ગયા હતા. પરંતું આખરે પીએમઓમાંથી તેમને પાણીચું પકડાવી દેવાયું છે. પરિમલ શાહની જગ્યાએ સીએમઓમાં એસઓડી તરીકે ફરજ બજાવતા એબી પંચાલને ચાર્જ સોંપાયો છે. પરિમલ શાહ સામે એવો પણ આક્ષેપ ઉઠ્યો છે કે, તેઓ ગેસ કેડરના અધિકારીઓને દબાવતા હતા. આણંદના કલેક્ટરનું સ્ટીંગ કરનારી મહિલા અધિકારી કેતકી વ્યાસ સાથે પણ તેમના તાર જોડાયેલા હતા.

આ પણ વાંચો : વડોદરા ભાજપમાં આંતરિક કલેહ! મેયરની પત્રિકા કાંડમાં ભાજપના નેતાની ધરપકડ

Back to top button