અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

દેશનો પહેલો કિસ્સો : એપલ એર ટેગથી મહિલાની જાસૂસી, કારની ડ્રાઇવિંગ સીટના કવરમાં લગાવ્યું

  • અમદાવાદમાં એપલ એર ટેગથી મહિલાની જાસૂસી
  • કારની ડ્રાઇવિંગ સીટના કવરમાં લગાવ્યું
  • સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ

હાલ દેશભરમાં મહિલા સતામણી અને પીછો કરવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે. જેમાં હવે એપલ એરટેલ વડે મહિલાની સતામણી અને પીછો કરવાનો દેશનો પહેલો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જેમાં અમદાવાદની કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાની સતામણી માટે આ એરટેગનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલા એ થોડા સમય પહેલાં સાયબર ક્રાઈમમાં એક રજૂઆત કરી હતી. જેમાં મહિલાનું કહેવું હતું કે, તેની ખાનગી માહિતી કોઈ હેકર પાસે પહોંચી જાય છે. જેમાં તે ક્યાં ફરે છે. કોની સાથે વાતચીત કરે છે, કોની સાથે ટેક્સ મેસેજ કરે છે, તે તમામ માહિતી હેકર પાસે પહોંચે છે. આ રજૂઆત બાદ તપાસ કરતાં હકીકત સામે આવી હતી કે, મહિલાની માહિતી મેળવવા માટે મહિલાની ગાડીમાં એપ્પલ એરટેગ લગાવ્યું હતું. જેથી મહિલાની માહિતી ચોક્કસ આરોપી સુધી પહોંચતી હતી.જોકે, સાયબર ક્રાઈમે આ અંગે ગુનો નોંધી મહિલાનો પીછો કરનાર કોણ છે? તે અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે જ કયા કારણોસર મહિલાનો પીછો કરવામાં આવતો હતો? તે અંગે પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

ઘર સહિત કારની તપાસ કરતા એરટેગ મળ્યું
મહિલા વેપારીની રજૂઆત બાદ સાયબર ક્રાઈમે તપાસ મહિલાના ઘર સહિત કારની તપાસ કરતા મહિલાની ગાડીમાંથી એક એરટેગ મળ્યું હતું. જે મહિલાનું ન હોવાનું સામે આવતા પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. આ એરટેગની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી શકશે. બીજી તરફ આ એરટેગ મારફતે આરોપી મહિલાનું લોકેશન, તેનો કોલ અને મેસેજ ડેટા પણ મેળવી લેતો હતો અને તે જ માહિતી આરોપી મહિલાને આપી તેને બ્લેકમેઈલ કરવા કે તેની સતામણી માટે ઉપયોગ કરતો હતો.

ગાડી સાફ-સફાઈ કરનાર યુવકે મૂક્યું એરટેગ
સાયબર ક્રાઈમની તપાસમાં હકીકત સામે આવી કે, મહિલાની ગાડીની સાફસફાઈ કરનાર યુવક દ્વારા આ એરટેગ તેની ગાડીમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ, આ એરટેગ મૂકવા પાછળ અન્ય કોઈ જવાબદાર હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે,આખરે કોણે અને શા માટે આ કૃત્ય કર્યુ છે? તેવામાં પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે? તે જોવુ મહત્ત્વનું છે.

આ પણ વાંચો : આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો જન્મદિવસ : જાણો તેમનાં વિશેની અમુક રસપ્રદ વાતો

Back to top button