ગુજરાત

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ પાર્કનો આરંભ

Text To Speech
  • તંદુરસ્ત અને ફિટ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવા માટે સુવિધાઓ છે
  • અદાણી એન્ટરપ્રાઈઝના પ્રણવ અદાણી સહિતનાની ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો
  • જોગિંગ ટ્રેક, જિમ્નેશિયમ, ક્રિકેટ પીચ સહિતની વિવિધ સુવિધાઓ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ પાર્કનો આરંભ થયો છે. જેમાં અદાણી સ્પોર્ટ્સ લાઈનનો રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમાં જોગિંગ ટ્રેક, જિમ્નેશિયમ, ક્રિકેટ પીચ સહિતની વિવિધ સુવિધાઓ છે. અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત અને યાદગાર સ્થળોમાંનું એક સાબરમતી રિવરફ્રન્ટ છે.

આ પણ વાંચો: ગુજરાત: ચોમાસુ સત્રથી ઈ-વિધાન એપ્લિકેશનનો આરંભ, મુખ્યમંત્રીએ તાલીમ લીધી

અદાણી એન્ટરપ્રાઈઝના પ્રણવ અદાણી સહિતનાની ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો

અદાણી એન્ટરપ્રાઈઝના પ્રણવ અદાણી સહિતનાની ઉપસ્થિતિ આ આરંભ થયો હતો. અમદાવાદના સૌથી પ્રતિષ્ઠિત અને યાદગાર સ્થળોમાંનું એક સાબરમતી રિવરફરન્ટ છે અને હવે તેનાથી આગળ વધીને અદાણી સ્પોર્ટ્સલાઈન સંચાલિત સ્પોર્ટ્સ પાર્ક છે, જે શહેર અને રાજ્યના લોકો માટે શ્રેષ્ઠ રમતગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે. રમતગમત સંસ્કૃતિને ટેકો આપવા અને તથા તંદુરસ્ત અને ફિટ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવા માટે સુવિધાઓ સાથે તૈયાર કરાયેલ સ્પોર્ટ્સ પાર્ક ગુજરાતમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓને બહાર લાવવાની આશા રાખે છે.

સ્પોર્ટ્સ પાર્ક સ્લોટ બુક કરવા અને રમતનો આનંદ લેવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ

અદાણી સ્પોર્ટ્સલાઈને સ્પોર્ટ્સ પાર્ક માટે સઘન બિડિંગ દ્વારા રાઇટ્સ જીત્યા હતા અને 2જી સપ્ટેમ્બરે, આ પાર્કનું ઉદ્ઘાટન મેયર કિરીટભાઈ પરમાર, અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર પ્રણવ અદાણી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મિતાલી રાજ, AMC કમિશનર એમ. થેનારસન, SRFDCLના ચેરમેન કેશવ વર્માની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, દરેક માટે ખુલ્લો છે, તેમાં જોગિંગ ટ્રેક, વ્યાયામશાળા અને બાળકોના રમવાના વિસ્તારો ઉપરાંત પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ અને ટેનિસ માટે ઘણી ક્રિકેટ પિચ અને કોર્ટ છે. ઉપરાંત, સ્કેટબોર્ડ સાથે સ્કેટિંગ રિંક મુલાકાતીઓ અને શીખનારાઓ માટે ઉપલબ્ધ રહેશે. સ્પોર્ટ્સ પાર્ક સ્લોટ બુક કરવા અને રમતનો આનંદ લેવાનો પણ વિકલ્પ ઉપલબ્ધ થશે.

Back to top button