- સવાલ- જવાબ સહિત તમામ કાર્યવાહી ડિઝીટલ ફોર્મેટમાં
- ગુજરાત વિધાનસભા સંપૂર્ણત પેપરલેસ થશે
- મુખ્યમંત્રીએ વિધાનસભામાં ‘ઈ-વિધાન’ માટે તાલીમ લીધી
ગુજરાતમાં ચોમાસુ સત્રથી ઈ-વિધાન એપ્લિકેશનનો આરંભ થયો છે. જેમાં મુખ્યમંત્રીએ વિધાનસભામાં ‘ઈ-વિધાન’ માટે તાલીમ લીધી છે. તથા હવે મંત્રીઓનો વારો છે. સવાલો- જવાબો બધુ જ ડિજિટલ ફોર્મેટમાં, વિધાનસભા સંપૂર્ણત પેપરલેસ થશે. વિધાનસભામાં નેશનલ ઈ-વિધાન એપ્લિકેશનની તાલિમ શરૂ થઇ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પારો 35 ડિગ્રી છતાં આ વિસ્તારોમાં થશે વરસાદની રાહત
ગુજરાત વિધાનસભા સંપૂર્ણત પેપરલેસ થશે
ચૂંટણી પરિણામોના નવા ઈતિહાસ સાથે અસ્તિત્વમાં આવેલી 15મી ગુજરાત વિધાનસભા વધુ એક નવો ઈતિહાસ રચવા આગળ વધી રહી છે. 13 સપ્ટેમ્બરથી શરૂ થનારા ચોમાસુ સત્રથી ગુજરાતના આ સર્વોચ્ચ લોકતાંત્રિક સંસ્થાનને સંપૂર્ણતઃ પેપરલેસ બનાવવા હાલમાં ચાલી રહેલા ‘ઈ- વિધાન’ એપ્લીકેશનની તાલિમ- અભ્યાસવર્ગમાં શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વંય જોડાયા હતા. હવે આગામી સપ્તાહે મંત્રી પરિષદના સભ્યો પણ વિધાનસભામાં નેશનલ ઈ- વિધાન એપ્લિકેશનની તાલિમ લેવા માટે થશે.
ચોમાસુ સત્રથી જ સવાલ- જવાબ સહિત તમામ કાર્યવાહી ડિઝીટલ ફોર્મેટમાં
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યુ કે, ચોમાસુ સત્રથી જ સવાલ- જવાબ સહિત તમામ કાર્યવાહી ડિઝીટલ ફોર્મેટમાં રહેશે. જેના માટે હાલમાં ધારાસભ્યો જુથ મુજબ તાલિમ લઈ રહ્યા છે. ટેબલેટની મદદથી ટેકનલોજી આધારિત આ ઈ- વિધાન એપ્લિકેશનમાં ભવિષ્યમાં નાગરિકોને જોડી પ્રજાલક્ષી કાર્યો અને પ્રશ્નોનું ડિજીટલી ત્વરીત નિરાકરણ લાવવા માટેના પ્રયન્નો પણ શરૂ કરાશે. ધારાસભ્યોના તાલિમ વર્કશોપમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ઈ- વિધાન એપ્લિકેશન મારફતે થનારી અલગ અલગ કામગીરીની બારીકાઈથી માહિતી મેળવી હતી. ઉપરાંત એપ્લિકેશન મારફતે વિધાનસભા કાર્યવાહી સંલગ્ન એલ.એ.ક્યુ. સહિત વિવિધ પ્રક્રિયા કેવી રીતે કરવી તેની જાણકારી મેળવી હતી.