ગુજરાતટોપ ન્યૂઝ

ગરીબોના તહેવાર નહીં બગડે, સસ્તા અનાજના વેપારીઓની હડતાલ સમેટાઈ, સરકારે માંગનો કર્યો સ્વીકાર

Text To Speech
  • 300 રાશન કાર્ડ ધરાવતા દુકાનદારોને પણ 20,000 કમિશન મળશે
  • નિર્ણયથી રાજ્ય સરકારને 35 કરોડનું ભારણ વધશે
  • રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ કરી જાહેરાત

રાજ્યમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીઓ છેલ્લા બે દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા હતા, ત્યારે હવે રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ દુકાન માંગણીઓનો સ્વીકાર કર્યો છે. વેપારીઓની માંગ મુજબ સરકારે કમિશન વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારની જાહેરાત પછી એસોસિએશનને હડતાળ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. જેના કારણે ગરીબોની સાતમ આઠમ બગડવાના એંધાણ હતા તેના ઉપર પૂર્ણવિરામ લાગી ગયું છે અને તહેવારને ધ્યાનમાં રાખી રવિવારે પણ દુકાનો ખુલ્લી રહેશે.

મુખ્યમંત્રી અને મંત્રીને વેપારીઓએ કરી હતી રજુઆત

રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા એ જણાવ્યું કે, રાજ્ય સરકાર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગે દરેક દુકાનધારક મારફતે કાર્ડ ધારકને સમયસર પુરવઠો મળી રહે તે માટે સરકાર સતત ચિતિંત હોય છે અને દરેક કાર્ડ હોલ્ડરને સમયસર જથ્થો મળે તે માટેની વ્યવસ્થા ગોઠવી લીધી છે, પરંતુ ખાસ કરીને રાજ્યના વ્યાજબી ભાવના એસોસિએશનની લાંબા સમયથી જે પડતર માંગણીઓ હતી. તે વારંવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પુરવઠા વિભાગ સુધી તે રજૂઆતો આવતી હતી. સરકાર પણ તે રજૂઆતનો હકારાત્મક નિર્ણય લઈ શકાય તે માટે સતત પરામર્શ કરતી હતી, પરંતુ એસોસિએશન તરફથી 1લી સપ્ટેમ્બરથી આ જથ્થો નહીં ઉપાડવો અને જ્યાં સુધી હમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી એમણે હડતાળની જાહેરાત કરી હતી.

વેપારીઓની શું હતી માગણીઓ ?

છેલ્લા બે દિવસથી એસોસિએશનની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકાર સતત પરામર્શમાં હતી. એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને જે આર્થિક નાણાકીય બોજ એને પણ કઈ રીતે ચૂકવી શકાય તેની ચિંતા કરીને આજે અમે નિર્ણય કર્યો છે અને લધુતમ કમિશન જે એમની રકમ 20,000 રૂપિયા સુધી દરેક દુકાનદારને કમિશન મળવું જોઈએ. જેની પાસે કાર્ડ ઓછા હોય તો એમને ઓછું કમિશન મળતું હતું, પરંતુ ઓછામાં ઓછા 300 કાર્ડ હોય તેવા કાર્ડ ધારકોને પણ 20,000 લઘુતમ કમિશન મળવું જોઈએ તેવી માંગણી હતી.

Back to top button