ટ્રેન્ડિંગધર્મ

જન્માષ્ટમી પર ઘરે લાવો આ શુભ વસ્તુઓઃ ધન સંપતિમાં થશે વધારો

  • જન્માષ્ટમીના દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લાવવાથી વાસ્તુ દોષ પણ દુર થાય છે
  • બાળગોપાલને જન્માષ્ટમીના દિવસે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે
  • જન્માષ્ટમીના દિવસે કૃષ્ણને વાંસળી જરૂરી અર્પિત કરો

હિંદુ ધર્મમાં જન્માષ્ટમી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમે આવે છે. શ્રીમદ ભાગવત પુરાણ અનુસાર, શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્ર, વૃષભ રાશિ અને બુધવારે થયો હતો. આ વખતે જન્માષ્ટમીને લઇને અસમંજસ છે. જોકે મંદિરોમાં 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમી ઉજવાશે. આ દિવસે કૃષ્ણના ભક્તો ભગવાન કૃષ્ણની પૂજા કરે છે અને ઉપવાસ કરે છે અને તેમને વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે. બાળગોપાલને જન્માષ્ટમીના દિવસે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે, તેમની પૂજા-અર્ચના પણ થાય છે. જાણો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કઇ વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે.

જન્માષ્ટમી પર આ વસ્તુઓ લાવો ઘરે

જન્માષ્ટમી પર ઘરે લાવો આ શુભ વસ્તુઓઃ ધન સંપતિમાં થશે વધારો hum dekhenge news

લડ્ડુ ગોપાલ

તમે ઘરના મંદિરમાં લડ્ડુ ગોપાલને સ્થાપિત કરવા ઇચ્છતા હો તો જન્માષ્ટમીના દિવસે કૃષ્ણના બાલ સ્વરૂપને ઘર લાવવુ અત્યંત શુભ અને મંગળકારી સાબિત થશે. તમે ઇચ્છો તો બાળ ગોપાલની તસવીર પણ લગાવી શકો છો.

વાંસળી

કૃષ્ણને વાંસળી અત્યંત પ્રિય છે. તેથી જન્માષ્ટમીના દિવસે કૃષ્ણને વાંસળી જરૂરી અર્પિત કરો અને કૃષ્ણ જન્મોત્સવ બાદ તેને કબાટ કે તિજોરીમાં રાખી દો. એવી માન્યતા છે કે આમ કરવાથી ધન-સૌભાગ્યમાં વધારો થાય છે.

જન્માષ્ટમી પર ઘરે લાવો આ શુભ વસ્તુઓઃ ધન સંપતિમાં થશે વધારો hum dekhenge news

મોરપીંછ

ભગવાન કૃષ્ણ સાથે હંમેશા મોરપંખ હોય છે. જન્માષ્ટમી પર ઘરમાં મોરપંખ જરૂર લગાવો. આમ કરવાથી ઘરની નેગેટિવિટી દુર થાય છે અને ઘરમાં સુખ-શાંતિનો માહોલ બને છે.

વૈજયંતી માલા

ઘરમાં લાંબા સમયથી આર્થિક તંગી ચાલી રહી હોય તો જન્માષ્ટમીના દિવસે વૈજયંતી માલા જરૂર ખરીદવી જોઇએ. એવી ધાર્મિક માન્યતા છે કે વૈજયંતી માલાથી કૃષ્ણજીની પૂજા-આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે.

જન્માષ્ટમી પર ઘરે લાવો આ શુભ વસ્તુઓઃ ધન સંપતિમાં થશે વધારો hum dekhenge news

માખણ

જન્માષ્ટમીના દિવસે માખણ ઘરમાં જરૂર લાવો અને કૃષ્ણની પૂજા કરવી વખતે તેમને માખણ-મિશ્રીનો ભોગ લગાવો. એવી માન્યતા છે કે આમ કરવાથી લડ્ડુ ગોપાલ પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે.

ગાય-વાછરડાની મૂર્તિ

કૃષ્ણ ભગવાનને ગાયો સાથે ખૂબ જ પ્રેમ હતો. જન્માષ્ટમીના દિવસે ગાય અને વાછરડાની એક મૂર્તિ ઘરે લાવી શકો છો. જ્યોતિષ અનુસાર ઘરનો વાસ્તુ દોષ દૂર કરવા માટે પણ ઘર કે ઓફિસના ઉત્તર-પૂર્વ ખૂણામાં ગાય-વાછરડાની મૂર્તિ રાખવી જોઇએ.

આ પણ વાંચોઃ અભિજીત મુહૂર્તમાં લોન્ચ થશે આદિત્ય-L1: શું ચંદ્રયાન 3ની જેમ સફળ થશે?

Back to top button