રાજસ્થાનમાં મહિલાને નગ્ન પરેડ કરાવવા બાબતે પ્રિયંકાએ કહ્યું- અપરાધીઓને સજા અપાવવી જરૂરી
Priyanka Gandhi On Rajasthan Viral Video: રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં એક આદિવાસી મહિલાની નગ્ન પરેડના મામલામાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર લખ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓમાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરીને ગુનેગારોને સજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું, “રાજસ્થાન સરકારે ઝડપી પગલાં લીધા છે અને ગુનેગારોની ધરપકડ કરી છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તેમની સામે કેસ ચલાવીને સજા કરવાની જાહેરાત કરી છે.” કોંગ્રેસ નેતાએ કહ્યું, “આશા છે કે પીડિતાને વહેલામાં વહેલી તકે ન્યાય મળશે અને આ ઘૃણાસ્પદ ઘટનાના ગુનેગારોને સજા મળશે.”
આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું
સીએમ અશોક ગેહલોતે કાર્યવાહીના નિર્દેશ આપ્યા
સીએમ ગેહલોતે કહ્યું, “પોલીસ મહાનિર્દેશકને ADG ક્રાઈમને ઘટનાસ્થળે મોકલવા અને આ મામલે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. સંસ્કારી સમાજમાં આવા ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. આ ગુનેગારોને જલદી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.” ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને સજા કરવામાં આવશે.”
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો
તમને જણાવી દઈએ કે પ્રતાપગઢ જિલ્લાની એક આદિવાસી મહિલાની કથિત રીતે નગ્ન પરેડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.આ કેસમાં પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ચારની અટકાયત કરી છે.
પોલીસે શું કહ્યું?
પોલીસનું કહેવું છે કે મહિલા અન્ય પુરુષ સાથે સંબંધમાં હતી. જેના કારણે તેના સાસરિયાઓ તેના પર નારાજ હતા. પોલીસે જણાવ્યું કે મહિલાના સાસરિયાઓએ તેનું અપહરણ કર્યું અને તેને તેમના ગામ લઈ ગયા જ્યાં આ ઘટના ગુરુવારે (31 ઓગસ્ટ) બની હતી.
આ પણ વાંચો-લોકોએ INDIAને બદલે ભારત શબ્દનો ઉપયોગ કરવાની આદત કેળવવી જોઈએ’- RSS ચીફ મોહન ભાગવત