ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાતવિશેષ

ઈસરોના નકલી વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીનું વધુ એક કારસ્તાન, 62 વિદ્યાર્થીઓને આપ્યા સર્ટિફિકેટ

ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવી છે તેવું કહી લાઈમ લાઈટમાં આવેલા ફેંક મિતુલ ત્રિવેદીને લઈને એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે મિતુલ ત્રિવેદીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે જેમાં તેને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં પોતે વૈજ્ઞાનિક હોવાનું જણાવીને સર્ટીફીકેટ કોર્ષ ચાલુ કરાવી 62 વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ આપ્યા હોવાનું સામે આવ્યું છે. જેના કારણે હાલ 62 જેટલા લોકોના સર્ટિફિકેટ ને લઇ પણ પ્રશ્નો ઉભા થયા છે.

VNSGUમાં ઓનલાઇલ કોર્સ કરાવી 62 વિદ્યાર્થીઓને આપ્યા સર્ટિફિકેટ

પોતાને ઈસરોનો વૈજ્ઞાનિક ગણાવીને મિતુલ ત્રિવેદી આજથી નહીં પરંતુ વર્ષોથી લોકોને બેવકુફ બનાવતા આવ્યો છે. જેમાં અનેક શૈક્ષણિક સંસ્થાનો પણ સામેલ છે.જેમાંની એક સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ છે. પ્રાપ્ત જાણકારી મુજબ મિતુલ ત્રિવેદીએ પોતાને વૈજ્ઞાનિક ગણાવી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં ઓનલાઇન લેક્ચર આપ્યા હતા .

કોર્સની ફી રૂપિયા 600 અને કોર્સ 45 દિવસનો હતો

ઉલ્લેખનીય છે કે મિતુલ ત્રિવેદીને વીર નર્મદ દક્ષિણ ગુજરાતી યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે યુનિવર્સિટી તરફથી 27 જાન્યુઆરી 2022 થી 1 એપ્રિલ 2022 સુધી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન બેચમાં તેઓએ 62 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન સર્ટીફીકેટ કોર્સ માટે અભ્યાસ પણ કરાવ્યો હતો. જેમાં પહેલી બેચમાં 41 વિદ્યાર્થીઓ અને બીજી બેચમાં 21 જેટલા વિદ્યાર્થીઓ હતા. આ કોર્સની ફી રૂપિયા 600 હતી અને આ સર્ટિફિકેટ કોર્સ 45 દિવસનો હતો.

ચોકસાઈ કર્યા વગર મિતુલ ત્રિવેદીને સર્ટિફિકેટ કોર્સ કરાવવા માટે આમંત્રણ આપ્યું

મિતુલ ત્રિવેદી શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનો પરિચય ઈસરોના સાયન્ટીસ્ટ તરીકે આપતો હતો જેના કારણે શૈક્ષણિક સંસ્થાઓ તેમને લેક્ચર અને સેમિનાર માટે બોલાવતા હતા.પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તેનાથી પણ આગળ નીકળી ગઈ છે. આ સંસ્થાએ કોઈ પણ ચોકસાઈ કર્યા વગર તેણે મિતુલ ત્રિવેદીને સર્ટિફિકેટ કોર્સ કરાવવા માટે આમંત્રણ આપી દીધું હતું.

યુનિવર્સિટીની બેદરકારી

વિદ્યાર્થીને કોઈ પણ સંસ્થામાં એડમિશન લેવું હોય તો તેને દરેક પ્રકારની પ્રક્રિયાથી પસાર થવું પડતું હોય છે. પરંતુ આ જ વિદ્યાર્થીઓને શિક્ષા આપનાર વ્યક્તિ કેટલો ક્વોલીફાઈડ છે, તેની ચોકસાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી નથી. આ માત્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત જ નથી પરંતુ ગુજરાતની પ્રખ્યાત જીટીયુને પણ ઠગબાજ મિતુલ ત્રિવેદીએ મૂર્ખ બનાવી છે.

આ પણ વાંચો : વિવાદિત ભીંતચિત્રોથી લાલઘુમ થયેલા ભક્તે ચિત્ર પર કાળી શ્યાહી લગાવી દીધી, પોલીસે કરી ધરપકડ, જૂઓ વીડિયો

Back to top button