કચ્છી નવા વર્ષે વડાપ્રધાન મોદીએ અનોખા અંદાજમાં પાઠવી શુભેચ્છા, અષાઢી બીજ સાથે શું છે ક્નેકશન ?
દેશમાં આજે એક સાથે ઘણાં તહેવારોની ઉજવણી થઈ રહી છે. એક તરફ રથયાત્રાની ઉજવણીમાં જય જગન્નાથના નાદ સાથે ગૂંજી રહ્યો છે ત્યારે કચ્છી નવા વર્ષની પણ ઉજવણી દેશભરના ખૂણે ખૂણે વિસ્તરેલા કચ્છીઓમાં જોવા મળી રહ્યો છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં નવા વર્ષની શુભકામાનાઓ પાઠવી છે.
મેઠડો પાંજો મલક , ને મેઠડી પાંજી બુલી,
એનીથીય મેઠડા કચ્છી માડુ,
હી જ પાંજી હૂંભ, ને ઇ જ પાંજી ડિયારી!
જન્મેં ને કર્મેં સે કચ્છી એડા
મેણી કચ્છી ભેણે ને ભાવરેં કે…
કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું..— Narendra Modi (@narendramodi) July 1, 2022
વડાપ્રધાન મોદીએ કચ્છી ભાષામાં ટ્વિટ કરતાં કહ્યું કે, મેઠડો પાંજો મલક , ને મેઠડી પાંજી બુલી, એનીથીય મેઠડા કચ્છી માંડું, હી જ પાંજી હૂંભ, ને ઇ જ પાંજી ડિયારી! જન્મેં ને કર્મેં સે કચ્છી એડા મેણી કચ્છી ભેણે ને ભાવરેં કે… કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું..
આ સાથે જ તેમણે વધુ એક ટ્વિટમાં અષાઢી બીજના અવસર અંગે કહ્યું કે, દરેકને, ખાસ કરીને વિશ્વભરમાં ફેલાયેલા જીવંત કચ્છી સમુદાયને, અષાઢી બીજના શુભ અવસર પર શુભેચ્છાઓ. આ આવતું વર્ષ દરેકના જીવનમાં શાંતિ, સુખ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે તેવી પ્રાર્થના…
Greetings to everyone, especially the vibrant Kutchi community spread across the world, on the auspicious occasion of Ashadhi Bij. May this coming year bring peace, happiness and good health in everyone’s lives.
— Narendra Modi (@narendramodi) July 1, 2022
શું છે કચ્છી નવા વર્ષનો ઈતિહાસ
કચ્છી નવા વર્ષનો ઈતિહાસ પ્રાચીન ગુજરાતના જામ રાયધણજીના કચ્છ વિજય સાથે જોડાયેલો છે. પુંજાજી ચાવડાના શાસન સમયે જામ રાયધણજીએ તેમની પાસેથી શાસન લીધું અને ગુરૂ ગોરખનાથે તેમને અષાઢી બીજના દિવસે ગુરૂમંત્ર આપ્યો હોવાથી આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું.
જોકે આ કથામાં પણ વરસાદની વાત છે. ગુજરાતના ઇતિહાસના પાનાં પર લખાયેલુ છે. તો કેટલાક ઇતિહાસકારો આ નવા વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જુની ગણાવે છે. દેશવટો ભોગવી કચ્છના કુશળ શાસક લાખો ફુલાણી દેશવટો ભોગવી કચ્છ પરત ફર્યા અને તે દિવસે કચ્છમાં મનભરીને વરસાદ વરસ્યો અને તરસ્યા કચ્છના લોકો આંનદિત થઇ આ દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ. તેના પણ ઇતિહાસમાં કેટલાક દાખલા છે. પરંતુ ત્યાર બાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે.