ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજસ્થાનમાં મણિપુર જેવી ઘટના; જેપી નડ્ડાએ કહ્યું, રાજ્યમાંથી શાસન વ્યવસ્થા ગાયબ

Text To Speech

પ્રતાપગઢ : રાજસ્થાનના પ્રતાપગઢમાં મણિપુર જેવો કેસ સામે આવ્યો છે. એક મહિલાને તેના પતિના ગામમાં નગ્ન પરેડ કરાવી જેના પર હવે રાજકારણ ગરમાયું છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજસ્થાન સરકાર પર હુમલો કરતાં કહ્યું કે,રાજસ્થાનમાં શાસન વ્યવસ્થા ગાયબ છે. તેમને રાજસ્થાનનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પર આરોપ લગાવ્યો કે રાજ્ય પર ધ્યાન આપવાની જગ્યાએ દિલ્હીમાં હાઇકમાનને ખુશ કરવામાં લાગ્યા છે.

જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, રાજસ્થાનના પ્રતાપગઢનો વીડિયો ચોંકાવનારો છે. તેનાથી પણ ખરાબ વાત તે છે કે, રાજસ્થાનમાં શાસન વ્યવસ્થા બધી જ રીતે તૂટી પડી છે. મુખ્યમંત્રી અને મંત્રીઓ પરસ્પરના ઝગડાઓને ઉકેલવામાં વ્યસ્ત છે અને બચેલો સમય દિલ્હીમાં એક રાજવંશને ખુશ કરવામાં વિતાવી રહ્યાં છે.

નડ્ડા બોલ્યા- રાજસ્થાનની જનતા આપશે સબક

નડ્ડાએ આગળ લખ્યું, તેમાં કોઈ જ આશ્ચર્યની વાત નથી કે રાજ્યમાં મહિલા સુરક્ષાના મુદ્દાને બધી જ રીતે નજરઅંદાજ કરી દેવામાં આવ્યું છે. પ્રતિદિવસ મહિલાઓ વિરૂદ્ધ ઉત્પીડનની ઘટના સામે આવી રહી છે. રાજસ્થાનની જનતા રાજ્ય સરકારને સબક આપશે.

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાામં એક આદિવાસી મહિલા સાથે તેમના સાસરિયા પક્ષે ક્રૂરતા આચરી હતી. તેને આખા ગામ સામે કપડા વગર ફેરવી હતી. મહિલા બૂમો પાડતી રહી, છોડવા માટે આજીજી કરતી રહી પરંતુ ક્રૂરતા કરનારાઓ થંભ્યા નહતા.

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા વસુંધરા રાજે લખ્યું કે, પ્રતાપગઢ જિલ્લાના પહાડા ગ્રામ પંચાયત ધરિયાવાદમાં એક ગર્ભવતી યુવતીને જાહેરમાં નગ્ન પરેડનો અશ્લીલ વીડિયો વાયરલ થતો રહ્યો અને ઘટનાની પ્રશાસનને ખબર પણ નથી. પ્રદેશમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધે એટલી હદ્દે પગ પસાર્યા છે કે વારંવાર રાજસ્થાનને શરમમાં મૂકાવવું પડી રહ્યું છે.

આ પણ વાંચો-સરકારે ક્રૂડ પેટ્રોલિયમ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, ડીઝલ અને ATFમાં વધારો

Back to top button