ગુજરાતટોપ ન્યૂઝ

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! અમદાવાદ ડિવિઝનની 10 ટ્રેન રદ, 4 ટ્રેનના રૂટ ડાઇવર્ટ કરાયા

ઉત્તર રેલવેના વારાણસી યાર્ડ ખાતે યાર્ડ રિમોડેલિંગના સંબંધમાં નોન -ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝિનની કેટલીક ટ્રેનો રદ કરાઈ છે,જ્યારે કેટલીક ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.જેમાં 9 ટ્રેન એડ કરવામાં આવી છે અને 4 ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 2 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.જેમાં ઓખા, ગુવાહાટી અને પટનાની સૌથી વધુ ટ્રેનને અસર છે. 11 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોમ્બર 16 ટ્રેનના શેડ્યુલને અસર થશે.આ નોન-ઇન્ટરલોકિંગની કામગીરી 15 ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થશે.

આ ટ્રેનો રદ કરાઈ

1. 15, 22 અને 29 સપ્ટેમ્બર તથા 6 અને 13 ઓક્ટોબર, ટ્રેન નંબર 5635 (ઓખા – ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ)

2. 11, 18 અને 25 સપ્ટેમ્બર અને 2 અને 9 ઓક્ટોબર, ટ્રેન નંબર 15636 (ગુવાહાટી -ઓખા દ્વારકા એક્સપ્રેસ)

3.23 અને 30 સપ્ટેમ્બર તથા 7 અને 14 ઓક્ટોબર, ટ્રેન નંબર 15667 (ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ)

4.20 તથા 27 સપ્ટેમ્બર તથા 4 અને 11 ઓક્ટોબર, ટ્રેન નંબર 15668 (કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ)

5.24 સપ્ટેમ્બર તથા 1 અને 8 ઓક્ટોબર, 19421 ટ્રેન નંબર (અમદાવાદ-પટના એક્સપ્રેસ)

6.26 સપ્ટેમ્બર તથા 3 અને 10 ઓક્ટોબર,19422 ટ્રેન નંબર (પટના અમદાવાદ એક્સપ્રેસ)

7.18 અને 25 સપ્ટેમ્બર તથા 2 અને 9 ઓક્ટોબર, ટ્રેન નંબર 09417 (અમદાવાદ-પટના સ્પેશિયલ)

8.19 અને 26 સપ્ટેમ્બર તથા 3 અને 10 ઓક્ટોબર, ટ્રેન નંબર 09418 (પટના – અમદાવાદ સ્પેશિયલ)

9.19 અને 26 સપ્ટેમ્બર તથા 3 અને 10મી ઓક્ટોબર, ટ્રેન નંબર 09525 (ઓખા – નાહરલાગુન સ્પેશિયલ)

10.23 અને 30 સપ્ટેમ્બર તથા 7 અને 14 ઓક્ટોબર, ટ્રેન નંબર 09526 (નાહરલાગુન- ઓખા સ્પેશિયલ)

'સ્પેશિયલ ટ્રેન' -humdekhengenews

ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો

1. 11, 12, 14, 16, 18, 19, 21, 23, 25, 26, 28 અને 30 સપ્ટેમ્બર તથા 2, 3, 5, 7, 9,10, 12 અને 14 ઓક્ટોબર, ટ્રેન નંબર 19167 (અમદાવાદ – વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ)

2. 12, 14, 15, 17, 19, 21, 22, 24, 26, 28 અને 29 સપ્ટેમ્બર તથા 1, 3, 5, 6, 8, 10, 12, 13 અને 15 ઓક્ટોબર, 19168 (વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ)

3. 19 થી 24, 26 થી 30 સપ્ટેમ્બર, 2023 અને 1, 3 થી 8, 10 થી 14 ઓક્ટોબર, 2023 ની ટ્રેન નંબર 19489 (અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ)

4. 20 થી 25, 27 થી 30 સપ્ટેમ્બર, 2023 તથા 1 અને 2, 4 થી 9, 11 થી 15 ઓક્ટોબર 2023ની ટ્રેન નંબર 19490 (ગોરખપુર -અમદાવાદ એક્સપ્રેસ)

શોર્ટ ટર્મિનેટેડ અને શોર્ટ ઓરિજિનેટિંગ ટ્રેનો

1. 4, 21 અને 28 સપ્ટેમ્બર તથા 5 અને 12 ઓક્ટોબર, ટ્રેન નં.19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ સુલતાનપુર જં.પર શોર્ટ ટર્મિનેટ થશે.

2. 16, 23 અને 30 સપ્ટેમ્બર તથા 7 અને 14 ઓક્ટોબર, ટ્રેન નંબર 19408 વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ સુલતાનપુર જં.થી શોર્ટ ઓરિજીનેટ થશે.

આ પણ વાંચો : કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ 4.5ની નોંધાઈ તિવ્રતા

Back to top button