કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ 4.5ની નોંધાઈ તિવ્રતા
કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ભૂકંપના આંચકાથી કચ્છની ધરા ધ્રુજી ઉઠી હતી. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.5ની નોંધાઈ હતી. જોકે, ભૂકંપના આંચકાથી કોઇ જાનહાની કે નુકસાન થવાના અહેવાલ મળ્યા નથી.
કચ્છમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા
કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગઈ કાલે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી ઉઠી છે.કચ્છના દુધઈમાં મોડી સાંજે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી. જો કે સદનસીબે ભૂકંપના આંચકાથી કોઇ જાનહાની કે નુકસાન થવાના અહેવાલ સામે આવ્યા નથી.
ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના દુધઈમાં મોડી સાંજે અંદાજે 8:54 વાગ્યે 4.5 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના આંચકાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં 24 કલાકમાં બીજી વાર ભૂકંપનો આંચકો આવ્યો છે.
આ પણ વાંચો : Morbi Bridge tragedy: SITનાં રિપોર્ટમાં મોટો ખુલાસો, દુર્ઘટનામાં કોર્પોરેશન અને ઓરેવાની સંયુક્ત બેદરકારી