કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

Morbi Bridge tragedy: SITનાં રિપોર્ટમાં મોટો ખુલાસો, દુર્ઘટનામાં કોર્પોરેશન અને ઓરેવાની સંયુક્ત બેદરકારી

Text To Speech

મોરબીમાં ઝુલતો બ્રિજ દુર્ઘટના મામલે હવે એસઆઈટીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં કોર્પોરેશન અને ઓરેવા કંપની બંનેની સંયુક્ત બેદરકારી હોવાનું ખુલ્યું છે.આ દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાના પ્રાથમિક રિપોર્ટમાં કહ્યું હતુ કે 49 માંથી 22 કેબલ પહેલેથી જ તૂટી ગયા હતા. SITના રિપોર્ટના તથ્યો પર વિશ્વાસ કરવામાં આવે તો બ્રિજની જાળવણી માટે જવાબદાર ઓરેવા ગ્રુપે ઘોર બેદરકારીના કારણે આ મોટો અકસ્માત થયો અને 135 લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારે હવે આ કેસમાં SITનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે જેમાં મોરબી નગરપાલિકા પાલિકા, ઓરેવા કંપનીની સંયુક્ત બેદરકારીથી પુલ તૂટ્યાની પ્રાથમિક વિગતો આવી સામે છે.

દુર્ઘટનામાં કોર્પોરેશન અને ઓરેવાની સંયુક્ત બેદરકારી

મોરબીમાં ઝુલતો બ્રિજ દુર્ઘટના મામલે SITનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં મોરબી નગરપાલિકા અને ઑરેવા કંપનીની સંયુક્ત બેદરકારીના કારણે પુલ તૂટ્યો હોવાની પ્રાર્થમિક વિગતો સામે આવી છે. તપાસમાં સામે આવ્યુ કે નગરપાલિકાના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના ચીફ ઓફિસર, નગરપા પ્રમુખ અને ઓરેવાં કંપનીનાં સંચાલકો વચ્ચે કરાર થયા હતા. જેથીચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ પર હવે કાયદાની લટકતી તલવાર જોવાઈ રહી છે.

મોરબી બ્રિજ દુર્ઘટના-humdekhengenews

નગરપાલિકાના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના કામ કરવામાં આવ્યુ

નગરપાલિકાના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જ ચીફ ઓફિસર અને નગર પાલિકા પ્રમુખ દ્વારા ઓરેવા કંપનીના સંચાલકો સાથે ડાયરેક્ટ કરાર કરી દેવાયા હોવાની વિગતો સામે આવી છે.જે બાદ નગરપાલિકાને સુપર સીડ કરવાના આદેશ કરવામાં આવ્યા છે હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં આ પ્રાથમિક વિગતો સામે આવી છે તેમજ મોરબી બ્રિજ હોનારત મુદ્દે SITનો ફાઇનલ રિપોર્ટ ત્રણ સપ્તાહમાં કોર્ટ સમક્ષ મુકાશે તેવી ખાતરી આપાવમા આવી છે.

આ પણ વાંચો : અંબાજી મંદિરમાં રૂપિયાથી VIP દર્શનનો વિવાદ,જાણો સમગ્ર મામલો

Back to top button