ટ્રેન્ડિંગધર્મ

આજે બોળ ચોથ કે બહુલા ચતુર્થીઃ શ્રી કૃષ્ણની સાથે છે ગણેશજીની પૂજાનું વિશેષ મહત્ત્વ

  • શ્રાવણના કૃષ્ણ પક્ષની ચતુર્થીને બહુલા ચતુર્થી કે બોળ ચોથ તરીકે મનાવાય છે
  • બોળ ચોથના દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે છે
  • આ દિવસે બહુલા ચતુર્થી કે બોળ ચોથ વ્રત કથાનો પાઠ કરો

ભારતની આ તપોભૂમિ પર અનેક પ્રકારના વ્રત અને તહેવારનું આગમન ઋતુચક્ર અનુસાર કરવામાં આવે છે. અહીં વ્રત અને તહેવારના માધ્યમથી ક્યારેક પોતાના ઇષ્ટ દેવને મનાવવાનો પ્રયાસ થાય છે તો ક્યારે પ્રકૃતિના રક્ષણ હેતુથી તો ક્યારેક જીવજંતુના રક્ષણ માટે પણ કોઇને કોઇ વ્રત મનાવવાની પરંપરા છે. સનાતન ધર્મમાં દરેક ચતુર્થીના વ્રત પર ભગવાન ગણેશની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચતુર્થી કે ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી સાધકને શક્તિ, બુદ્ધિ, જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી, બહુલા ચતુર્થી કે બોળ ચોથ તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે બોળ ચોથનું વ્રત પણ રાખવામાં આવશે. બોળ ચોથના દિવસે ગાય માતાની પૂજા કરવામાં આવે છે.

આજે બોળ ચોથ કે બહુલા ચતુર્થીઃ શ્રી કૃષ્ણની સાથે છે ગણેશજીની પૂજાનું વિશેષ મહત્ત્વ Hum dekhenge news

બોળ ચોથ 2023ના મુહુર્તઃ બની રહ્યા છે ખાસ યોગ

હિંદુ કેલેન્ડર અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 02 સપ્ટેમ્બરે રાતે 8.49થી 33 સપ્ટેમ્બર,સાંજે 6.24 સુધી રહેશે. આથી સંકષ્ટી ચતુર્થી અને બોળચોથનું વ્રત 3 સપ્ટેમ્બર 2023, રવિવારના રોજ રાખવામાં આવશે. આ ખાસ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને વૃદ્ધિ યોગ બની રહ્યો છે, જે પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

બોળ ચોથની પૂજા કેવી રીતે કરશો

શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, ધ્યાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી દીપ પ્રગટાવીને વ્રતનો સંકલ્પ લો. સાંજે ભગવાન ગણેશ, ભગવાન શ્રી કૃષ્ણ અને ગૌ માતાની પૂજા કરો. તેમજ ચંદ્રોદય સમયે વાસણમાં દૂધ ભરીને ચંદ્રને અર્ઘ્ય આપો. અંતમાં ભગવાન ગણેશ અને ગૌ માતાની આરતી સાથે પૂજાનું સમાપન કરો. તેની સાથે આ દિવસે બહુલા ચતુર્થી કે બોળ ચોથ વ્રત કથાનો પાઠ કરો.

આજે બોળ ચોથ કે બહુલા ચતુર્થીઃ શ્રી કૃષ્ણની સાથે છે ગણેશજીની પૂજાનું વિશેષ મહત્ત્વ hum dekhenge news

શું છે બોળ ચોથનું મહત્ત્વ

શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન ગણેશની પૂજાની સાથે સાથે ગૌ માતાની પૂજાનો પણ નિયમ છે. આ ખાસ દિવસને બોળચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બોળચોથના દિવસે ગાયની પૂજા અને સેવા કરવાથી વ્યક્તિને અખૂટ પુણ્ય મળે છે અને ધન-સમૃદ્ધિમાં વધારો થાય છે. બીજી તરફ સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાથી જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે.

આજે બોળ ચોથ કે બહુલા ચતુર્થીઃ શ્રી કૃષ્ણની સાથે છે ગણેશજીની પૂજાનું વિશેષ મહત્ત્વ hum dekhenge news

શ્રાવણ મહિનામાં આવે છે અનેક તહેવારો

ભારત એક એવો દેશ છે જ્યાં બધા તેહવાર મનાવવામાં આવે છે. શ્રાવણ મહિનો આખો વ્રતનો મહિનો કહવાય છે. આ માહિનામાં અનેક હિન્દુ ધર્મના તેહવાર મનાવવામાં આવે છે, શીતળા સાતમ, રાંધણ છઠ, બોળ ચોથ જેવા તહેવાર શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર મુખ્યત્વે ગુજરાતમાં ઉજવવામાં આવે છે

ખેડૂતો માટે છે મહત્ત્વનો દિવસ

આ દિવસ ખાસ કરીને ખેડૂતો માટે વધારે મહત્વ ધરાવે છે , આખું વર્ષ આ લોકો ગાયને ખેતી કામમાં ઉપયોગમાં લે છે. આ દિવસે ખેડૂતો ગાય માટે વ્રત રાખે છે અને માફી માંગી તેને પુજા કરે છે. આ દિવસે પશુને સ્વછ સ્નાન કરવામાં આવે છે. અને વિવિધ વાનગી ખવડાવવામાં આવે છે.

શું છે વૈજ્ઞાનિક મહત્વ

આ દિવસે બધાજ લોકો બાજરીથી બનાવેલી વસ્તુ ખાય છે. બાજરીના રોટલા અને મગ. બાજરીની કુલેર વગેરે ખાવામાં આવે છે. આખુ વરસ લોકો ઘઉં, ચોખા ખાય છે જ્યારે આ દિવસે બાજરો ખાય છે જેથી કરીને શરીરમાં લોહી ચોખ્ખુ થાય છે અને પાચન શક્તિમાં વધારો થાય છે.

આ પણ વાંચોઃ Janmashtami 2023: જન્માષ્ટમી પર ઠાકોરજીને ચઢાવો આ ભોગ, થશે કૃપા

Back to top button