અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EVENING NEWS : ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, શાળામાં ડ્રગ્સ અને ન્યૂડીટી કન્ટેન્ટની ફિલ્મ બતાવાઈ, જાણો ISROના વડાનું ફ્લાઈટમાં કેવું સ્વાગત થયું

હવે ગુજરાતીઓની સુવિધામાં વધારો 
ગુજરાત રાજ્યની દુરંદેશી પ્રજાલક્ષી યોજનાઓ અંતર્ગત સુરતની વેન્ચુરા એરકનેક્ટ અને ગુજ્જેલ વચ્ચે થયેલા કરાર મુજબ વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી વચ્ચે દૈનિક હવાઈ સેવા પૂરી પાડવામાં આવી છે. વેન્ચુરા એરકનેક્ટે સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલી સુધીની હવાઈ સેવા શરૂ કરી છે.

વધુ વાંચો : ગુજરાતીઓની સુવિધામાં વધારો! હવે ગણતરીની મિનિટોમાં સૌરાષ્ટ્ર પહોંચાશે, જાણો ક્યા શહેરોમાં ફ્લાઈટ થઈ શરૂ

ઉત્તરવહીકાંડ અટકાવવા યુનિવર્સિટીનો મોટો નિર્ણય
ગુજરાત યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં સપડાઈ રહી છે. યુનિવર્સિટીમાં BSC નર્સિંગમાં ઉત્તરવહી કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે NSUIએ હોબાળો કર્યો હતો. આ મામલે યુનિવર્સિટી સફાળી જાગી છે અને ફરીથી આ પ્રકારે કૌભાંડ ના થાય તે માટે નિર્ણય કર્યો છે.

વધુ વાંચો : ઉત્તરવહી કૌભાંડ અટકાવવા ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, જાણો હવે ઉત્તરવહી ચકાસણીની જવાબદારી કોને સોંપાશે

અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં સપડાઈ
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ સ્કૂલમાં ધોરણ 5ના ક્લાસરૂમમાં અચાનક ડ્રગ્સ અને ન્યૂડીટી કન્ટેન્ટ ધરાવતી ફિલ્મ બતાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.

વધુ વાંચો : અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી, ધો.5ના વિદ્યાર્થીઓને ડ્રગ્સ-ન્યૂડીટી કન્ટેન્ટની ફિલ્મ બતાવાઈ

ભાદરવી પૂનમના મહામેળાને લઈ મોટા સમાચાર
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દરવર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો લોકો પગપાળા સંઘ લઈ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે યાત્રાધામ અંબાજીના મહામેળાને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ મહિનામાં એટલે કે 23થી 29 સપ્ટેમ્બર સુધી પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાનાર છે.

વધુ વાંચો : અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, ગબ્બરના પગથિયાંમાં કરાશે સમારકામ, એક રસ્તો 4 દિવસ સુધી બંધ રહેશે

ભારતનો પહેલો સ્વદેશી 700 મેગાવોટ પરમાણુ પ્લાન્ટ ગુજરાતમાં શરુ
દક્ષિણ ગુજરાતમાં કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ (કેએપીપી) ખાતે ભારતના પ્રથમ સ્વદેશી રીતે વિકસિત 700 મેગાવોટ પરમાણુ પાવર રિએક્ટર કેએપીપી-3 એ તેની કુલ શક્તિના 90 ટકા પર આજે વ્યાપારી કામગીરી શરૂ કરી છે.

વધુ વાંચો : ભારતનો પહેલો સ્વદેશી 700 મેગાવોટ પરમાણુ પ્લાન્ટ ગુજરાતમાં શરુ, જાણો આ પ્રોજેકટની લગતી મહત્વની જાણકારી

દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત
મની લોન્ડરિંગના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર રહેલા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમની તબિયતને જોતા સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર વચગાળાના જામીનની મુદત 12 સપ્ટેમ્બર સુધી લંબાવી છે.

વધુ વાંચો : દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા

ચંદ્રયાન-3ને સફળ બનાવનાર ISROના વડાનું ફ્લાઈટમાં જોરદાર સ્વાગત
ભારતના ચંદ્રયાન-3એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. ભારતની આ સિદ્ધિ વિશે જેણે પણ સાંભળ્યું તે દેશના વખાણ કર્યા વિના રહી શક્યો નહીં. ISROના વૈજ્ઞાનિકો અને સંશોધકો ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદથી જ ચર્ચામાં છે. આ જ કારણ છે કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં તાળીઓના ગડગડાટથી તેમનું સન્માન કરવામાં આવે છે.

વધુ વાંચો :ચંદ્રયાન-3ને સફળ બનાવનાર ISROના વડાનું ફ્લાઈટમાં જોરદાર સ્વાગત, જુઓ વીડિયો

Back to top button