અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી, ધો.5ના વિદ્યાર્થીઓને ડ્રગ્સ-ન્યૂડીટી કન્ટેન્ટની ફિલ્મ બતાવાઈ
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ સ્કૂલમાં ધોરણ 5ના ક્લાસરૂમમાં અચાનક ડ્રગ્સ અને ન્યૂડીટી કન્ટેન્ટ ધરાવતી ફિલ્મ બતાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. ઘટના સામે આવ્યા બાદ શાળા મેનેજમેન્ટે કડક કાર્યવાહી ટાળીને શિક્ષકને માત્ર ચેતવણી આપી છે.
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં સપડાઈ
અમદાવાદની એક શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીઓએ વર્ગમાં આર-રેટેડ મૂવીઝ બતાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલ આનંદ નિકેતન સ્કુલના શિક્ષકે ધોરણ 5ના વિદ્યાર્થીઓને હોલીવુડની ફિલ્મ “લ્યુસી”, જે ડ્રગ્સ અને ન્યૂડીટી કન્ટેન્ટ ધરાવતી ફિલ્મ છે તે બતાવી હતી.આ મામલો સામે આવતા હોબાળો મચ્યો છે. બાળકો પર આ ફિલ્મની ખરાબ અસર પડતા વાલીઓ રોષે ભરાયા છે. અને આ ફિલ્મ બતાવનાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરવામા આવી રહી છે.
કડક કાર્યવાહી ટાળીને શિક્ષકને માત્ર ચેતવણી આપી
શાળા મેનેજમેન્ટે કડક કાર્યવાહી ટાળીને શિક્ષકને માત્ર ચેતવણી આપી છે. આંતરિક સૂત્રોનું કહેવું છે કે આ ઘટના મંગળવારે બની હતી, જેમાં એક નવા ભરતી થયેલા શિક્ષકે શાળા માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હતું.
કાર્યક્રમ મંજૂરી વિના જ કરાયો હતો
આનંદનિકેતન સ્કૂલમાં વિવિધ વિષયો સમજાવવા પ્રેઝન્ટેસન અને વીડિયો માધ્યમનો ઉપયોગ કરવામા આવતો હોય છે.ત્યારે ગત મંગળવારે સ્કૂલમાં ધોરણ. 5ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનના વિષયમાં સમજાવવા માટે પ્રઝન્ટેશન રખાયું હતું. જો કે આમ તો સ્કુલમાં આવો કોઈ પણ પ્રોગ્રામ રાખવા માટે મંજૂરી લેવાની હોય છે પરંતુ આ કાર્યક્રમ મંજૂરી વિના જ કરાયો હતો.
ભૂલથી ઘટના બની હોવાનું હોવાનું સ્કૂલ દ્વારા કહેવાયું
સ્કૂલ દ્વારા ભૂલથી ઘટના બની હોવાનું કહેવાયું હતું. તેઓએ જણાવ્યું હતુ કે સામાજિક વિજ્ઞાનના વિષયમાં સમજાવવા માટે પ્રઝન્ટેશન રખાયું હતું. જેમાં વીડિયો શરૂ કરતા જ ક્લાસમાં અચાનક હોલિવૂડની ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. જેમાં ન્યૂડિટી અને ડ્રગ્સ સહિતના દ્રશ્યો છે. જો કે આવી ફિલ્મ શરૂ થતા જ તેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યા સુધીમાં વિદ્યાર્થીઓએ આ ફિલ્મના કેટલાક દ્રશ્યો જોઈ પણ લીધા હતા. આ ફિલ્મ ક્લાસમાં 20 થી 25 મિનિટ સુધી ચાલી હતી.બાળકો ફિલ્મ જોઈને ગભરાઈ ગયા અને પરેશાન થઈ ગયા.
વાઈસ પ્રિન્સિપાલ સોનલ નારંગેએ ખાતરી આપી કે આવુ ફરી નહીં થાય
વાઈસ પ્રિન્સિપાલ સોનલ નારંગે મીડિયાને જણાવ્યું હતું કે, “કેટલાક વિદ્યાર્થીઓએ મારો સંપર્ક કર્યો હતો. માતાઓએ ચિંતા વ્યક્ત કર્યા પછી, મેં વિદ્યાર્થીઓને ખાતરી આપી કે આવું ફરીથી નહીં થાય.
બાળકોના માતા-પિતા રોષે ભરાયા
માતા-પિતા દલીલ કરી હતી કે ફિલ્મની હિંસક અને ડ્રગ-સંબંધિત સામગ્રી યુવા દિમાગ પર નકારાત્મક અસર કરી શકે છે. ઘટના અંગે ચર્ચા કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટ શનિવારે વાલીઓ સાથે મળવાનું આયોજન કર્યું હતું.સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ગ પછી કેટલાક બાળકોએ ઘટના અંગે ફરિયાદ કરી ત્યારે આ બાબતની તપાસ કરવામાં આવી હતી. જો કે આ ઘટનાથી માતા-પિતા રોષે ભરાયા હતા.
આનંદ નિકેતન ગ્રૂપ ઓફ સ્કૂલ્સના ડિરેક્ટર : શિક્ષક નવા અને નિયમોથી અજાણ હતા
આનંદ નિકેતન ગ્રૂપ ઓફ સ્કૂલ્સના ડિરેક્ટર નશી ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે, “શિક્ષકો સ્કૂલ મેનેજમેન્ટની પૂર્વ પરવાનગી વિના કોઈપણ ફિલ્મ બતાવી શકતા નથી. શિક્ષક નવા અને નિયમોથી અજાણ હતા, સ્કુલમાં બતાવવામાં આવેલ મૂવી ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે ન હતી, નિયમોનું ઉલ્લંઘન કરનાર શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : ભારતનો પહેલો સ્વદેશી 700 મેગાવોટ પરમાણુ પ્લાન્ટ ગુજરાતમાં શરુ, જાણો આ પ્રોજેકટની લગતી મહત્વની જાણકારી