ગુજરાતમાં મેઘરાજાના રિસામણાં વચ્ચે જાણો કેમ તાપમાનનો પારો ઉંચકાયો
- ઓગસ્ટ માસ આખો અને અડધો શ્રાવણ માસ વીતી જવા છતાં મેહુલિયો વરસ્યો નથી
- હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 5 સપ્ટેમ્બર સુધી તો વરસાદની શક્યતા નહિવત્
- તાપમાનમાં વધારો થઈ 36 ડિગ્રી સે. સુધી પહોંચવાની આગાહી
ગુજરાતમાં મેઘરાજાના રિસામણાં વચ્ચે તાપમાનનો પારો ઉંચકાયો છે. જેમાં આણંદ પંથકમાં તાપમાન 34 ડિગ્રીએ પહોંચ્યું છે. તથા 3 દિવસમાં 36 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે. મેઘરાજાએ રિસામણાં લેતા હવે તાપમાનનો આંક વધવા લાગ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 5 સપ્ટેમ્બર સુધી તો વરસાદની શક્યતા નહિવત્ છે.
આ પણ વાંચો: PM-JAY યોજના અંતર્ગત જિલ્લામાં એક વર્ષમાં ક્લેઈમ મંજુરીનો આંકડો જાણી રહેશો દંગ
મેઘરાજાએ રિસામણાં લેતા હવે તાપમાનનો આંક વધવા લાગ્યો
મેઘરાજાએ રિસામણાં લેતા હવે તાપમાનનો આંક વધવા લાગ્યો છે. ઓગસ્ટ માસ આખો અને અડધો શ્રાવણ માસ વીતી જવા છતાં મેહુલિયો વરસ્યો નથી. શ્રાવણના મધ્યાહને તાપમાન ફાગણ માસની યાદ અપાવી રહ્યું છે. આણંદ શહેર સહિત પંથકમાં આજે બપોરે તાપમાન 34 ડિગ્રી સેલ્સીઅસ પર પહોંચ્યું છે. હવામાન વિભાગે 3 સપ્ટેમ્બર સુધી હજુ તાપમાનમાં વધારો થઈ 36 ડિગ્રી સે. સુધી પહોંચવાની આગાહી દર્શાવી છે.
આ પણ વાંચો: ડાકોર મંદિરમાં VIP દર્શન વિવાદ વકર્યો, 3 કલાકની બંધબારણે થયેલ બેઠક નિષ્ફળ
અત્યારે વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી
વરસાદ ખેંચાતા છેલ્લા લગભગ પાંચ દિવસથી લોકો વધુ પડતી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગત અઠવાડિયા સુધી આકાશ અંશતઃ વાદળછાયું રહેવાના કારણે ગરમીની માત્રા ઓછી હતી. પણ વાદળ વિખરાતા હવે સૂર્યનારાયણના કિરણો પ્રખર બન્યા છે. જે ઉનાળાની યાદ અપાવે છે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી સે. અને લઘુત્તમ તાપમાનનો પારો 26 ડિગ્રી સે. સુધી પહોંચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઓગસ્ટ માસમાં સતત એક માસ સુધી વરસાદ વરસ્યો ન હોય તેવું સંભવતઃ પહેલીવાર બન્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 5 સપ્ટેમ્બર સુધી તો વરસાદની શક્યતા સાવ નહિવત્ છે. કેમકે અત્યારે વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી.