નેશનલમનોરંજન

કંગના રનૌતે મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદેના કર્યા વખાણ , વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- ડર વિના જીવીશું

Text To Speech

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા પર એકનાથ શિંદેને અભિનંદન પાઠવ્યા છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પ્રત્યે કંગનાની નારાજગીથી બધા વાકેફ છે. ગુરુવારે કંગના રનૌતે એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેણે અભિમાન તોડવાની વાત કરી હતી. તેમના સિવાય ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પણ ટ્વિટ કરીને મહારાષ્ટ્રના નવા સીએમને અભિનંદન પાઠવ્યા છે. સાથે લખ્યું છે કે હવે લોકો ડર્યા વગર જીવી શકશે.

કંગનાએ કહ્યું- પ્રેરણાદાયી કહાની
કંગના રનૌતે ગુરુવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એકના શિંદેની તસવીર શેર કરી હતી.અને લખ્યું હતું કે સફળતાની આ કહાની કેટલી પ્રેરણાદાયક છે. જીવન જીવવા માટે રીક્ષા ચલાવવાથી દેશના સૌથી મહત્વપૂર્ણ આને શક્તિશાળી લોકોમાંથી અને બનવા સુધીની. અભિનંદન સાહેબ.

વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું
બીજી તરફ, વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટ કર્યું છે કે, એકનાથ શિંદેને અભિનંદન, ગતિશીલ નેતૃત્વ માટે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન. હવે કમ સે કમ આપણે ડર્યા વિના જીવી શકીશું. જય મહારાષ્ટ્ર.

કંગના ઉદ્ધવ ઠાકરેથી નારાજ હતી
કંગના રનૌતે ગુરુવારે એક વિડિયો શેર કર્યો હતો, જેમાં તેણીએ 2020 માં શું કહ્યું હતું તેની યાદ અપાવી હતી. તમને જણાવી દઈએ કે 2020માં કંગનાની મુંબઈ ઓફિસને BMC દ્વારા ગેરકાયદે બાંધકામ તરીકે તોડી પાડવામાં આવી હતી. આ પછી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરેને શ્રાપ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, આજે મારું ઘર તૂટી ગયું છે, કાલે તારું અભિમાન તૂટી જશે. આ જ વાતની યાદ અપાવતા કંગનાએ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, “જ્યારે પાપ વધે છે, ત્યારે વિનાશ થાય છે.”

કંગના ભાજપ સમર્થક છે
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં નવા શાસક પક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને એકનાથ શિંદેને નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કંગના રનૌત ભાજપની મજબૂત સમર્થક છે.

Back to top button