થોડા સમય અગાઉ રાજ્યના ડીજીપી દ્વારા આદેશ આપવામા આવ્યો હતો કે કોઈપણ પોલીસ અધિકારી કે કર્મચારીઓ વર્ધી સાથે વીડિયો કે રિલ્સ બનાવશે તો તેમના સામે કડક પગલાં ભરવામાં આવશે. ત્યારે DGPના આદેશને ન માનનારા પોલીસકર્મીઓ સામે હવે પોલીસ વડાએ સોશિયલ મીડિયાની ગાઈડલાઈન્સનો ભંગ કરવા મામલે કાર્યવાહીના આદેશ આપ્યા છે. જે અંતર્ગત CID ક્રાઇમ દ્વારા રાજ્યભરના પોલીસકર્મીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલામાં 4 પીએસઆઈ અને 13 કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ અપાયા છે.
પોલીસ કર્મીઓ સામે સોશિયલ મીડિયાની ગાઈડલાઈન્સનો ભંગ કરવા બદલ કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યમાં પોલીસ વડા દ્વારા પરિપત્ર બહાર પાડીને પોલીસકર્મીઓને યુનિફોર્મ પહેરીને રિલ્સ ન બનાવવા કે ખાનગી વાહનોમાં પોલીસની નેમ પ્લેટ રાખીને વીડિયો ન બનાવવા માટે આદેશ આપવામા આવ્યો હતો ત્યારે DGPના આદેશને ન માનનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ હવે પોલીસ વડાએ સોશિયલ મીડિયાની ગાઈડલાઈન્સનો ભંગ કરવા મામલે કાર્યવાહીના આદેશ આપ્યા છે. પોલીસ વડાના આ આદેશ બાદ પણ તેનું પાલન ન કરનારા 17 પોલીસકર્મીઓ સામે પગલા ભરવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયાની ગાઈડલાઈન આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા અંગે ખાસ આચારસંહિતા જાહેર કરાઈ
ગુજરાત પોલીસ માટે સોશિયલ મીડિયા અંગે ખાસ આચારસંહિતા બનાવવામાં આવી છે.જેમાં કેટલાક પોલીસકર્મી આચારસંહિતાનું પાલન ન કરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે તેમાં જો કોઈ પોલીસ કર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેની સામે કડક કાર્યવાહીનો પણ આદેશ આપવામા આવ્યો છે.
રાજ્યભરના પોલીસકર્મીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ
પોલીસ વડાના આદેશ બાદ CID ક્રાઇમ દ્વારા રાજ્યભરના પોલીસકર્મીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ વડાનો આદેશ ન માનનારા 4 પીએસઆઈ અને 13 કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ અપાયા છે.
આ પણ વાંચો : LPG Gas Cylinder Price: કોમર્શિયલ LPG ગેસના ભાવમાં મોટો ઘટાડો, જાણો નવો ભાવ