ગુજરાત

અમદાવાદમાં રખડતા ઢોરના નિયંત્રણ અંગેની નવી પોલિસીનો અમલ શરૂ

Text To Speech
  • તમામ ઝોન અને વોર્ડના વિભાગોને ફરીથી આદેશો આપ્યા
  • અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા જોવા મળશે નહીં
  • શહેરમાં ઝૂંબેશ હાથ ધરીને રોજના 100 જેટલા ઢોર પકડવામાં આવશે

અમદાવાદમાં રખડતા ઢોરના નિયંત્રણ અંગેની નવી પોલિસીનો અમલ શરૂ થયો છે. જેમાં ભૂતકાળમાં જારી કરાયેલા પરિપત્રનો 50 ટકા પણ અમલ થયો નથી. તેથી CNCD, એસ્ટેટ, આસિ. કમિશનર સહિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. તેમાં આખા અમદાવાદમાંથી 25 ઢોર પણ પકડવામાં આવતા નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણને પગલે આગાહી

શહેરમાં ઝૂંબેશ હાથ ધરીને રોજના 100 જેટલા ઢોર પકડવામાં આવશે

AMC દ્વારા આજથી અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ કરવામાં આવશે. આ હેતુસર AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કરીને શહેરમાં રોડ પર રખડતા ઢોરને પકડવા માટે તમામ ઝોન અને વોર્ડના વિભાગોને ફરીથી આદેશો આપ્યા છે. અમદાવાદમાં રખડતા ઢોરને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યા તેમજ રખડતા ઢોર દ્વારા અવારનવાર કરાતા હુમલાઓને કારણે શહેરીજનોને ગંભીર ઈજા થવાની અને કેટલીકવાર મોત નીપજવાના કિસ્સા મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસી મંજૂર કરવામાં આવી હતી.

અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા જોવા મળશે નહીં

AMC કમિશનરે સરક્યુલર જાહેર કરીને આપેલી સૂચનાઓનો CNCD, એસ્ટેટ, સોલીડ વેસ્ટ સહિત વિવિધ વિભાગો અને આસિસ્ટન્ટ કમિશનર સહિતના અધિકારીઓ અમલ કરશે ખરા ? એવો પ્રશ્ન મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે. AMC કમિશનરે આપેલી સૂચનાઓ અને આદેશોના સંપૂર્ણપણે અમલ કરવામાં આવે તો અમદાવાદમાં રખડતા ઢોરની સમસ્યા જોવા મળશે નહીં. હાઈકોર્ટની આકરી ઝાટકણી કાઢયા પછી AMC દ્વારા સમગ્ર શહેરમાં ઝૂંબેશ હાથ ધરીને રોજના 100 જેટલા ઢોર પકડવામાં આવતા હતા. પરંતુ અત્યારે આખા અમદાવાદમાંથી 25 ઢોર પણ પકડવામાં આવતા નથી.

Back to top button