ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

કાંતારા-2 એકદમ અલગ અવતારમાં જોવા મળશે : રિષભ શેટ્ટી

Text To Speech

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઓછા બજેટમાં બનેલી કાંતારા લોકોને ખુબ જ પસંદ આવી હતી.કાંતારાએ બોક્સઓફિસ રેકોર્ડ પણ કર્યાં હતો. હવે આ જ ફ્રેન્ચાઇઝીની કાંતારા-2 ટૂંક સમયમાં જ આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર 2023થી શરૂ કરી દેવામાં આવશે, કારણ કે રિષભ શેટ્ટીએ ફિલ્મની સ્ટોરી આટોપી લીધી છે અને હવે તે તેના લુક માટેની વિશેષ તૈયારી પણ કરી રહ્યો છે.

Kantara 2 Big Update: રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા 2ને લઈને સામે આવ્યું મોટું અપડેટ, ઓગસ્ટમાં ફ્લોર પર જશે ફિલ્મ - Kantara 2 Big Update Kantara 2 Big Update: Rishab Shetty's film ...

‘કાંતારા’ના નિર્માતાઓ હવે ફિલ્મની પ્રિક્વલ પર કામ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, આ વખતે ફિલ્મ નિર્માતાઓએ પ્રથમ ફિલ્મની સરખામણીએ ‘કાંતારા 2’ નામની પ્રિક્વલનું બજેટ 7 ગણું વધારી દીધું છે. જે આ ફિલ્મના નિર્માણમાં મદદ કરશે. જોકે, પહેલી કાંતારાનું બજેટ એકદમ ઓછું હતું જ્યારે કાંતારા-2નું બજેટ થોડું વધારે હોવાની સંભાવનાઓ જણાઈ રહી છે. ફિલ્મનું બજેટ 125 કરોડ હોવાનો અંદાજ છે. નોંધનીય છે કે કાંતારા-2માં કેટલાક નવા કલાકારોને પણ લેવામાં આવ્યા છે.

Producer Vijay Kirangdur has informed that the shooting of Kantara-2 will start in June, the film can be released in 2024. | પ્રોડ્યુસર વિજય કિરાંગદુરે આપી જાણકારી, કાંતારા-2'નું જૂનમાં શરૂ થશે ...

ફિલ્મના પહેલા પાર્ટનું શૂટિંગ એક્ટરના કુંડાપુરાસ્થિત હોમટાઉનમાં શૂટ કરવામાં આવ્યું હતું જ્યારે કાંતારા-2ના શૂટિંગ માટે મેંગ્લોરની જગ્યા નક્કી કરવામાં આવી છે, કારણ કે સ્ક્રિપ્ટ પ્રમાણે ત્યા જંગલ, ફિલ્મનું શેડ્યૂલ ચાર મહિના સુધીનું છે. કાંતારા-1એ 400 કરોડની કમાણી કરી હતી અને દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. તેથી હવે દર્શકો કાંતારા-2ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : શાહરૂખના જવાન ટ્રેલરે દુબઈના બુર્જ ખલીફા પર ખળભળાટ મચાવી દીધો, ‘જવાન’ 7 સપ્ટેમ્બરે થશે રિલીઝ

Back to top button