ડીસાની આદર્શ સ્કૂલ ખાતે દુર્ગાવાહિની દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
પાલનપુર: ડીસાની આદર્શ સ્કૂલ ખાતે દુર્ગાવાહિની બહેનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
ડીસાની આદર્શ સ્કૂલ ખાતે દુર્ગાવાહિની દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
રક્તદાન એ મહાદાન છે. રોજે રોજ અસંખ્ય લોકોને રક્તની જરૂરિયાત પડતી હોય છે. ત્યારે આવા સમયે જરૂરિયાત મંદ લોકોને સમયસર રક્ત મળી રહે તેવા હેતુથી અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને આજે રોજેરોજ થેલેસેમિયાના બાળકો તેમજ સગર્ભા બહેનોને રક્તની સૌથી વધુ જરૂરિયાત હોય છે. ત્યારે આવા સમયે સમયસર ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રક્ત મળી રહે તે માટે ખાસ રક્તદાન કેમ્પ યોજાતા હોય છે. જે અંતર્ગત ડીસાની આદર્શ સ્કૂલ ખાતે દુર્ગાવાહિનીની બહેનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇઓ અને બહેનોએ રક્તદાન કર્યું હતું. સૌ પ્રથમવાર અનેક દીકરીઓએ રક્તદાન કરી અનોખું સેવાકાર્ય કર્યું હતું. તે ઉપરાંત ડીસા શહેરમાંથી પણ અનેક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં દુર્ગાવાહિનીની બહેનો તેમજ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.