ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

ડાકોર રણછોડરાય મંદિરના ટ્રસ્ટે કરી મોટી જાહેરાત, આ લોકો કરી શકશે નિ:શુલ્ક સન્મુખ દર્શન

Text To Speech
  • ડાકોર મંદિરમા ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગો સહિત કેટલાક લોકો માટે ખાસ દર્શનની વ્યવસ્થા
  • ડાકોર, ઠાસરા અને ઉમરેઠ વિસ્તારના ભક્તો મફતમાં સન્મુખ દર્શન કરી શકશે
  • ડાકોર મંદિર ટ્રસ્ટના નવા નિર્ણયથી પણ વિરોધનો સૂર ઉઠવાના એંધાણ

ડાકોર રણછોડરાય મંદિરમાં VIP દર્શન કરવાની શરુઆત કરવામાં આવી હતી. જેને લઈ સ્થાનિકો અને ભક્તોએ વિરોધ દર્શાવ્યો હતો ત્યારે ભારે વિરોધ બાદ આજે ડાકોર મંદિરમાં VIP દર્શનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ડાકોર મંદિરમા ગર્ભવતી મહિલાઓ, દિવ્યાંગો સહિત કેટલાક લોકો માટે ખાસ દર્શનની વ્યવસ્થા કરવામા આવી છે. તેમજ 3 ગામોના લોકોને નિઃશુલ્ક દર્શનની છૂટ આપવામા આવી છે.

ડાકોરમાં રણછોડરાયજીના દર્શનને લઇને મહત્વનો નિર્ણય

ડાકોરમાં VIP દર્શનને લઇને ઉઠેલા વિવાદના વંટોળ બાદ હવે આખરે ટ્રસ્ટ જાગ્યું છે અને મંદિર ટ્રસ્ટે ડાકોરમાં રણછોડરાયજીના દર્શનને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. જે મુજબ તમામ સિનિયર સિટિઝન, દિવ્યાંગો, ગર્ભવતીઓ, ધાત્રી માતાઓ નિઃશુલ્ક ઠાકોરજીના સન્મુખ દર્શન કરી શકશે, આ સાથે ડાકોર, ઠાસરા અને ઉમરેઠ વિસ્તારના ભક્તો પણ મફતમાં સન્મુખ દર્શન કરી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ અન્ય ભક્તો માટે રણછોડરાયજીના સન્મુખ દર્શન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

મંદિર ટ્રસ્ટના નવા નિર્ણયથી પણ વિરોધનો સૂર ઉઠવાના એંધાણ

આમ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણયને પાછો ખેંચવામાં ન આવ્યો પરંતુ ટ્રસ્ટે ફેરવી તોડ્યું છે અને વિરોધને શાંત કરવાનો પ્રયત્નો કર્યો છે. પરંતુ ડાકોર મંદિર ટ્રસ્ટના નવા નિર્ણયથી પણ વિરોધનો સૂર ઉઠવાના એંધાણ છે. કેમકે ફક્ત 3 ગામના નાગરિકોને જ નિઃશુલ્ક દર્શનની છૂટ આપવામા આવી છે. જેથી અન્ય નાગરિકો આ મામલે વિરોધ કરી શકે છે.

આ પણ વાંચો : કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને શું છે વિવાદ? ,જાણો સમગ્ર મામલો

Back to top button