ગુજરાત

રથયાત્રા પૂર્વે CMનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પહિંદ વિધિની પરંપરા જળવાઈ, ભૂપેન્દ્ર પટેલને પ્રથમ વખત લાભ મળ્યો

Text To Speech

ભગવાન જગન્નાથ બે વર્ષ બાદ નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે રાજ્યના નાથ એટલે કે CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. બે દિવસ પહેલાં મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ થતા પહિંદ વિધિ કોણ કરશે તે સવાલ ઊભો થયો હતો. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહિંદ વિધિ કરે તેવી અટકળો પણ વહેતી થઈ હતી. જો કે ગઈકાલે મોડી રાત્રે જ સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે પહિંદ વિધિ CM ભૂપેન્દ્ર પટેલ જ કરશે ત્યારે આજે વ્હેલી સવારે જગતના નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી રસ્તો ચોખ્ખો કરવાની પહિંદ વિધિ કરી વર્ષો જૂની પરંપરા સાચવી રાખી હતી.

પરંપરાને જાળવી રાખતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આમ પણ તેઓને કોરોનાના માત્ર હળવા લક્ષણો જ હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને જાળવી રાખતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવી હતી.

આ અવસરે મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ-શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને  ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.

આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે- જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી

આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે  સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે “જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે. આ અવસરે  મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ-શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button