ટોપ ન્યૂઝનેશનલ

રક્ષાબંધન પહેલા મોદી સરકારની ભેટઃ LPGના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો

  • કેન્દ્ર સરકારે એલપીજીના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો કર્યો
  • 200 રુપિયાના ઘટાડાનો લાભ ઉજ્જવલા સહિત તમામ લોકોને મળશે
  • પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય

2024ની લોકસભા ચૂંટણી પહેલા પહેલી મોટી રાહત જાહેર થઈ છે. રક્ષાબંધન પહેલા પીએમ મોદી સરકારે દેશની બહેનોને ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારે LPGના ભાવમાં 200 રુપિયાનો ઘટાડો કર્યો છે. 200 રુપિયાના ઘટાડાનો લાભ ઉજ્જવલા સહિત તમામ લોકોને મળશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં LPGના ભાવમાં 200 રુપિયાના ઘટાડાને લીલીઝંડી આપી દેવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં આ માહિતી જાહેર કરી હતી.

દર મહિને સિલિન્ડરના હવે કેટલા ચૂકવવા પડશે?

200 રુપિયાના ઘટાડાનો લાભ તમામ લોકોને મળશે. હાલમાં 1100 રુપિયામાં ગેસ સિલિન્ડર મળે છે, જેમા હવે 200 રુપિયાનો ઘટાડો થયો છે હવે એક સિલિન્ડર 900 રુપિયાની આજુબાજુ પડી શકે છે.

હાલમાં સિલિન્ડરનો ભાવ કેટલો છે?

હાલમાં રાંધણ ગેસ સિલિન્ડર (LPG) 1110 રુપિયામાં આવે છે. હવે તેમાં 200 રુપિયાના ઘટાડો થયો છે. સરકારે આ અંગે નિર્ણય પણ લઈ લીધો છે. લોકસભા ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યાં છે એટલે હવે સરકારે બીજી પણ કેટલીક રાહત જાહેર કરી શકે છે.

રક્ષાબંધન પહેલા મોદી સરકારની ભેટઃ LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો hum dekhenge news

રક્ષાબંધનમાં બહેનોને મોદી સરકારની ભેટ

આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર એવા રક્ષાબંધનનું પર્વ છે એટલે બહેનોને LPGના ભાવમાં રાહત રૂપે સરકારે ગિફ્ટ આપી તેવું કહી શકાય. સરકાર અત્યારથી જ સબસિડી આપવા જેવો નિર્ણય લેવા માંગે છે જેથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં તેનો ફાયદો થઈ શકે. આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે નવેમ્બર સુધીમાં યોજાવાની છે. આ ઉપરાંત આ વર્ષે તેલંગાણામાં પણ ચૂંટણી યોજાવાની છે.

15 ઓગસ્ટે પીએમ મોદીએ મોંઘવારીમાંથી રાહતનું વચન આપ્યુ હતુ

પીએમ નરેન્દ્ર મોદીએ પણ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં મોંઘવારીથી રાહત આપવા માટે પગલા લેવાની વાત કરી હતી જે પછી સૂત્રોએ આવો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના વિશે ગમે ત્યારે જાહેરાત કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે, આના દ્વારા સરકાર મોંઘવારીના મોરચે તેને ઘેરી રહેલા વિપક્ષોને સણસણતો જવાબ આપી શકશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિલિન્ડરને મોટો મુદ્દો બનાવી દીધો હતો અને તેની અસર પણ જોવા મળી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની મોટી જાહેરાતઃ સ્થાનિક સ્વરાજ સંસ્થામાં 27 ટકા OBC અનામત, SC-STમાં ફેરફાર નહીં

Back to top button