ટ્રેન્ડિંગધર્મ

રક્ષાબંધનના દિવસે બહેનને શું આપવું?

Text To Speech

રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈને પ્રેમપૂર્વક રાખડી બાંધે છે. આ રાખડી બાંધવાની પણ ખાસ વિધિ છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ ઘરમાં ગંગાજળનો છટકારો કરવો. ત્યાર બાદ સૂર્યદેવને જળ ચડાવી દેવી-દેવતાઓનું સ્મરણ કરવું જોઈએ, એ પછી શુભ મુહર્તમાં પૂજાની થાળી તૈયાર કરવી. સૌથી પહેલા કુળદેવતાને આ રક્ષાસૂત્ર બંધાવું. ત્યાર બાદ ભાઈને રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ દિશા તરફ રહે તેમ આસન આપવું.ભાઈના માથા પર તિલક કરી જમણા હાથ પર રાખડી બાંધી એકબીજીને ભાવપૂર્વક મીઠાઈ ખવડાવવી.

30 કે 31 ઓગસ્ટ ? ક્યારે ઉજવાશે રક્ષાબંધન ? જાણો રાખડી બાંધવા માટેનું સૌથી શુભ મુહૂર્ત | raksha bandhan 2023 date time and shubh muhrat

રાખડી બાંધ્યા પછી બહેનના હાથમાં કોઈ ભેટ અચૂક આપવી. બહેનને સ્નેહથી આપેલી ભેટ ભાઈની સુખ-સમૃતિમાં વધારો કરે છે.સ્વાભાવિક છે. રક્ષાબંધન આવે કે બહેન તેના ભાઈ માટે સરસ રાખડીની પસંદગી કરવામાં અને ભાઈ પોતાની વહાલી બહેનને આપવા સુંદર ભેટની શોધમાં લાગી જાય છે. આમ ભેટની પસંદગી કરવી થોડું મુશ્કેલ કામ છે પણ થોડું વિચારીને પસંદગી કરવામાં આવે તો તમે આપેલી ભેટ વડે બહેનને ખુશખુશાલ કરી શકો છો. ભેટની પસંદગી કરતી વખતે અહીં આપેલી વાતનું ખાસ ધ્યાન રાખવું. કે ભેટમાં તમે તમારી બહેનને શું આપો કે જે તેના માટે સારું રહે.

ધ્યાન રાખો 

  • રાખડી બાંધ્યા પછી બહેનને ભેટ આપવી. જેમાં સારા પુસ્તકો પણ ભેટમાં આપી શકાય છે
  • બહેનને પર્સ આપવાના હો તો પર્સને ક્યારેય ખાલી ન આપવું જોઈએ. તેમાં શુકનરૂપી પૈસા મુકીને આપવું જોઈએ.
  • રક્ષાબંધનના દિવસે તેમને ભેટમાં ચંપલ સેન્ડલ વગેરે ક્યારેય ન આપવા, વાસ્તુ અનુસાર પગરખાં ભેટમાં આપવાથી ભાઈ-બહેનના સંબંધમાં કડવાશ આવી શકે છે.
  • કાળા રંગના કપડાં પણ ક્યારેય ભેટમાં ન આપવા. કાળો રંગ નકારાત્મકતા વધારે છે. આથી ભેટ સ્વરૂપે આ રંગની પસંદગી ટાળવી.
  • આ સાથે જ બહેનને અરીસો ક્યારેય ભેટમાં ન આપવો. તેનાથી મનમાં ખોટા વિચાર આવી શકે છે.
  • જો તમે ઘડિયાળ આપવાનું વિચારી રહ્યા હો તો તેને પણ ક્યારેય ભેટમાં આપવી ન જોઈએ. વસ્તુ અનુસાર કોઈને ઘડિયાળ ભેટમાં આપવી એ ખરાબ સમયની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે.

આં પણ વાંચો : મહાદેવનું એક એવું મંદિર જ્યાં હાલના દિવસે પણ શિવ-પાર્વતી રાત્રે સૂવે છે અને દર્શન આપે છે

Back to top button