- દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
- હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ રહેશે
- વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ
રાજ્યમાં વરસાદની એક બાજુ અછત જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ રહેશે
તેમજ નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ રહેશે. તથા હાલ ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમજ વાતાવરણમાં ભેજ ઘટતા 2થી 3 ડિગ્રીનો વધારો થશે. તથા અમદાવાદમાં 34.5 ડિગ્રી તાપમાન છે. અને
રાજ્યમાં અત્યાર સુધી 94.5 ટકા વરસાદ નોંધાયો છે.
ઓગસ્ટમાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ
ઓગસ્ટમાં વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે. પરંતુ ભેજના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.
દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, તાપી, નવસારી, દમણ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.