નેશનલ

પુરીના જગન્નાથ મંદિરના 1100 વર્ષ જૂના રસોડાની રસપ્રદ વાતો

Text To Speech

આજે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી છે.ત્યારે મંદિરમાં આવેલા રસોડા વિશે જાણીએ કે દિવસમાં કેટલીવાર પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને કેટલા રસોઈયા કામ કરે છે.

દરરોજ લગભગ 1 લાખ લોકોનું ભોજન બને છે

ભગવાન જગન્નાથજીના મંદિરનું આ રસોડું દુનિયાનું સૌથી મોટું રસોડું છે. જ્યાં દરરોજ લગભગ 1 લાખ લોકોનું ભોજન બને છે. અહીં ભગવાનને દરરોજ 6 વખત ભોગ ધરાવવામાં આવે છે. જેમાં 56 પ્રકારના પકવાન સામેલ હોય છે. ભોગ પછી આ મહાપ્રસાદ મંદિર પાસે જ રહેલ આનંદ બજારમાં વેચાય છે. જગન્નાથ મંદિરનું રસોડું 11મી સદીમાં રાજા ઇન્દ્રવર્માના સમયે શરૂ થઈ હતી. ત્યારે જૂનું રસોડું મંદિરની પાછળ દક્ષિણ દિશામાં હતું. જગ્યા નાની હોવાના કારણે, હાલનું રસોડું 1682થી 1713 ઈના સમયગાળા દરમિયાન તે સમયના રાજા દિવ્ય સિંહદેવે બનાવડાવ્યું હતું. ત્યારથી જ આ રસોડામાં ભોજન બનાવવામાં આવે છે.

માટીના વાસણમાં મહાપ્રસાદ બનાવવામાં આવે છે

અહીં અનેક પરિવાર પેઢીઓથી માત્ર ભોજન બનાવવાનું જ કામ કરી રહ્યા છે. ત્યાં જ, થોડા લોકો મહાપ્રસાદ બનાવવા માટે માટીના વાસણ બનાવે છે. કેમ કે આ રસોડામાં બનાવવામાં આવતા શુદ્ધ અને સાત્વિક ભોજન માટે દરરોજ નવા વાસણનો ઉપયોગ કરવાની પરંપરા છે. મસાલાઓમાં જીરૂ, ધાણા, મરી, વરિયાળી, તમાલ પત્ર, તજ અને સરસિયાનો ઉપયોગ કરવામાં આવે છે. મીઠાઈ માટે ખાંડની જગ્યાએ સારી ગુણવત્તાવાળા ગોળનો ઉપયોગ થાય છે.

 

Back to top button