શું આપ નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસ તરફ વળ્યા?, કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાતથી રાજકીય ગરમાવો
લોકસભા ચૂંટણીને હલે ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી. ત્યારે આ બધાની વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ આજે કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ થયું છે.
થરાદમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા યુવરાજસિંહ જાડેજા
એક તરફ બીજેપીમાં આંતરિક જૂથવાદ સામે આવી રહ્યો છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ તૂટી રહી છે. થોડા સમય પહેલા જ આપના ઘણા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.ત્યારે આ વચ્ચે ગુજરાતના રાજકારણમાં નવાજૂના એંધાણ મળી રહ્યા છે. કેમકે રવિવારે થરાદ ખાતે આપ નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. આ દરમિયાનયુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. જેના તસવીરો હાલમાં સામે આવી રહી છે. જેથી કોંગ્રેસ નેતાઓ સાથેઆ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે,આ મુલાકાત અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ તેમની આ મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે.
જેલમાંથી બહાર આવતા આપ્યો હતો સંકેત
થોડા દિવસો પહેલા યુવરાજસિંહ જેલવાસ ભોગવી બહાર આવ્યા છે ત્યારે જેલમાંથી બહાર આવતા નિવેદન આપ્યું હતુ કે “જેલવાસ દરમિયાન મને અમારી પાર્ટી તરફથી જોઈએ તેટલો સહયોગ નહોતો મળ્યો. તે સમયે જગદીશ ઠાકોર મારા સંપર્કમાં હતા”
કોંગ્રેસના નેતાગુલાબસિંહ રાજપૂતે કર્યું ટ્વીટ
કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કર્યું હતું અને યુવરાજ સિંહ સાથેના ફોટોસ ટ્વિટર પર શેર કર્યા હતા જે બાદ અનેક પ્રકારના તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
શ્રી @YAJadeja સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં વ્યાપેલ સડાને દુર કરવા પ્રયત્નશીલ યુવાન. તેઓ આજરોજ અમારા થરાદ ખાતે મહેમાન બન્યા.યુવાનોના પ્રશ્નોને ને ઉકેલ સુધી પહોચાડવા એ મારી વિદ્યાર્થી કાળથી પ્રાથમિકતા રહી છે એટલે ભાઈશ્રી યુવરાજસિંહની સરકારને થતી દરેક રજૂઆત યુવાનોના હિતમાં રહી..
સરકાર… pic.twitter.com/6ZYKzQANOZ— Gulabsinh Rajput (@GulabsinhRajput) August 27, 2023
યુવા સંવાદ’ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી
પ્રાપ્ત જાણકારી મુજબ રવિવારે થરાદમાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં યુવરાજ સિંહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ યુવરાજ સિંહે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને બાદમાં તેઓ સાથે ભોજન કર્યું હતું અને સાથે બેસીને ચર્ચા પણ કરી હતી. જો કે કોંગ્રેસ નેતાઓ સાથે યુવરાજ સિંહની આ મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : “ડેડાણ ગામમાં દારુની રેલમછેલ,પોલીસ મહેરબાન ” વેપારીઓના નામ-સરનામાં સાથે લાગ્યા બોર્ડ