‘નેહરુએ ખાલી મોટી વાતો જ નથી કરી, મોટા નિર્ણયો પણ લીધા છે’, કોંગ્રેસ નેતા જયરામ રમેશે કેમ આવું કહ્યું?
- ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારતના અવકાશ કાર્યક્રમને લઈને બોલાચાલી હજુ ચાલુ છે, ત્યારે હવે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પંડિત નેહરુને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે.
કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ભારતીય અવકાશ સંશોધન એજન્સી (ઇસરો) ની રચનામાં દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત નેહરુના યોગદાનને ‘પચાવવામાં સક્ષમ ન હોવા’ માટે ભાજપ પર નિશાન સાધ્યું છે. જયરામ રમેશે કહ્યું કે પંડિત નેહરુ માત્ર મોટી મોટી વાતો કરતા ન હતા.
ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઐતિહાસિક લેન્ડિંગ પછી ભારતના અવકાશ કાર્યક્રમને લઈને સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે બોલાચાલી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસે આ માટે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પ્રયાસોને શ્રેય આપી રહી છે, જ્યારે સત્તાધારી ભાજપનું કહેવું છે કે 2014 પછી આ ક્ષેત્રમાં મોટી પ્રગતિ થઈ છે. આ દરમિયાન જયરામ રમેશે ભાજપ પર પ્રહારો કર્યા છે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લખ્યું, ‘નેહરુ વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપતા હતા. જેઓ ISROના નિર્માણમાં તેમના યોગદાનને પચાવી શકતા નથી, તેઓ TIFR (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ) ના સ્થાપના દિવસે તેમનું ભાષણ સાંભળો. વાદળોથી રડારનું રક્ષણ કરનારા વૈજ્ઞાનિકની જેમ તેમણે માત્ર મોટી વાતો જ ન કરી પરંતુ મોટા નિર્ણયો પણ લીધા છે. આ સાથે તેણે ભાષણ પણ શેર કર્યું હતું.
नेहरू वैज्ञानिक दृष्टिकोण को बढ़ावा देते थे। ISRO के निर्माण में उनके योगदान को जो नहीं पचा पा रहे हैं, वो TIFR के शिलान्यास के दिन का उनका भाषण सुन लें।
वह बादलों से रडार को बचाने वाले विज्ञान के ज्ञाता की तरह सिर्फ़ बड़ी-बड़ी बातें नहीं करते थे बल्कि बड़े-बड़े फ़ैसले लेते थे। pic.twitter.com/phCzbEZ6fo
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 27, 2023
23 ઓગસ્ટે ચંદ્ર પર ઇતિહાસ રચાયો હતો
23 ઓગસ્ટના રોજ, ISROના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રના આ ક્ષેત્રમાં પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. અમેરિકા, ભૂતપૂર્વ સોવિયેત યુનિયન અને ચીન પછી ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનારો ચોથો દેશ બન્યો છે.
કોંગ્રેસે પંડિત નેહરુના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો
ચંદ્રયાન-3ની સફળતા બાદ કોંગ્રેસે કહ્યું હતું કે આ દરેક ભારતીયની સામૂહિક સફળતા છે. તે ઈસરોની સિદ્ધિના સાતત્યની ગાથા દર્શાવે છે, જે ખરેખર અદભૂત છે. પાર્ટીએ કહ્યું કે ભારતની અવકાશ યાત્રા 1962માં ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR)ની રચના સાથે શરૂ થઈ હતી, જે હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની દૂરદર્શિતા તેમજ દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુના ઉત્સાહી સમર્થનનું પરિણામ હતું. પાછળથી, ઓગસ્ટ 1969માં સારાભાઈએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની સ્થાપના કરી હતી.
આ પણ વાંચો: નીરજ ચોપરાએ ગોલ્ડ જીતીને વિશ્વ જીત્યું, બુડાપેસ્ટમાં ભારતનું નામ ગુંજ્યું