ગુજરાતટોપ ન્યૂઝ

ભગવાન જગન્નાથની રથયાત્રા પર અમીછાંટણા, ભક્તો ઝૂમી ઉઠ્યા

Text To Speech

ભગવાનની રથયાત્રામાં દર વર્ષે અમીછાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા છે. શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું છે. ઝરમર ઝરમર વરસાદ થતા જ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ભાવવિભોર બન્યા હતા સાથે જ જય જગન્નાથના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું.

ભક્તો ગરબા રમી ઉત્સાહ દર્શાવ્યો
રથયાત્રાને લઇને સરસપુરમાં ભગવાનના મોસાળમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાનના મામેરામાં ઉપસ્થિત રહેવા ભક્તોએ બેન્ડવાજા સાથે ગરબાની રમઝટ બોલાવી.

ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું

છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.

 

Back to top button