51 હજારથી વધુ યુવાનોને મળી સરકારી નોકરી, PM નરેન્દ્ર મોદીએ આપ્યા નિમણૂક પત્ર
- દેશભરના 45 શહેરોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 51,000થી વધુ યુવાનોને જોઇનિંગ લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રોજગાર મેળો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીના જોઇનિંગ લેટરનું વિતરણ કર્યું છે. વિવિધ વિભાગોના નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. રોજગાર મેળા અંતર્ગત નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આ રોજગાર મેળાનું આયોજન આજે એટલે કે, 28 ઓગસ્ટ 2023 ના રોજ દેશમાં 45 સ્થળોએ કરવામાં આવ્યું હતું.
રોજગાર મેળા અંતર્ગત યુવાનોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવનિયુક્ત લોકોને આ નિમણૂક પત્ર એવા સમયે આપવામાં આવી રહ્યો છે જ્યારે દેશ ચંદ્રયાન 3 ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. યુવાનો માટે આ ગૌરવની ક્ષણમાં બેવડી ખુશી લાવશે. તેમણે કહ્યું કે અરજીથી લઈને પસંદગી સુધીની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. પીએમે કહ્યું કે અર્ધલશ્કરી દળોમાં લેવાનારી પરીક્ષા 13 સ્થાનિક ભાષાઓમાં પણ લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ ભરતીઓથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત થશે.
#WATCH | Prime Minister Narendra Modi distributes about 51,000 appointment letters to newly inducted recruits in Government departments and organisations, under Rozgar Mela through video conferencing. pic.twitter.com/bEpd3ddb5t
— ANI (@ANI) August 28, 2023
કયા વિભાગોમાં નોકરીઓ મળી
ગૃહ મંત્રાલયે નવી ભરતી કરાયેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને જોડાવા પત્રો આપ્યા છે. આ અંતર્ગત CRPF, BSF, SSB, આસામ રાઇફલ્સ, CISF, ITBP, NCB અને દિલ્હી પોલીસમાં યુવાનોની ભરતી કરવામાં આવી છે.
કેટલી વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું?
પ્રથમ વખત 22 ઓક્ટોબર 2022ના રોજ રોજગાર મેળા હેઠળ 75,000 યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. બીજી વખત 22 નવેમ્બર 2022ના રોજ 71 હજારથી વધુ યુવાનોને જોઇનિંગ લેટર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 20 જાન્યુઆરી 2023ના રોજ 71 હજાર યુવાનો, 13 એપ્રિલ 2023ના રોજ 71 હજાર, 16 મેના રોજ 71 હજાર, 13 જૂનના રોજ 70 હજાર, 22 જુલાઇએ 70 હજાર અને હવે 28 ઓગસ્ટના રોજ 51 હજાર યુવાનોને રોજગાર અંતર્ગત નિમણૂંક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: નીરજ ચોપરાએ ગોલ્ડ જીતીને વિશ્વ જીત્યું, બુડાપેસ્ટમાં ભારતનું નામ ગુંજ્યું