ગુજરાત રાજ્ય વોલીબોલ એસોશિએશન દ્વાર રાજ્યના મેડલ વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો
- ગુજરાત રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એન. જી પટેલે મહેમાનોનુ કર્યું હાર્દિક સ્વાગત.
- રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વોલીબોલ ખેલાડીઓનું કરાયુ સન્માન.
- BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જય શાહ પણ રહ્યા ઉપસ્થિત.
અમદાવાદ: આજે ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યના મેડલ વિજેતા વોલીબોલ ખેલાડીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે રાજ્યના ગૃહ પ્રધાન અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી અને બીસીસીઆઈ સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જય શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઈન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અજયભાઈ પટેલ તેમજ અગ્રણી બિઝનેસમેન ઝાયડ્રસ લાઈફ સાયન્સસીસીસના ચેરમેન પંકજભાઈ આર પટેલ, ગુજરાત સાયકલિંક એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી વગેરે મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના મેડલ વિજેતા વોલીબોલ ખેલાડીઓનું સન્માન
ગુજરાત રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત દેશભરમાં વોલીબોલની રમતને ઇન્ટરનેશનલ લેવલે લઈ જનારા ખેલાડીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આગામી સમયમાં બોલીવોલ પ્રત્યે યુવાઓમાં જાગૃત્તા લાવવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આ કાર્યક્રમ થકી સન્માન સમારંભમાં રાહબરો, ઓફિશીયલ્સ અને રમત પ્રોમોટર્સનું પણ સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સુવર્ણ ચંદ્રક વિજેતા-રજક ચંદ્રક વિજેતા અને કાંસ્ય ચંદ્રક વિજેતા ટીમોને ચેક અને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા.
રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એનજી પટેલ સ્વાગત પ્રવચન
આ કાર્યક્રમમાં હાજર રહેતા મહેમાનોને આવકારવા માટે ગુજરાત રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એનજી પટેલ સ્વાગત પ્રવચન આપતાં કહ્યું કે, અત્યાર સુધીમાં વોલીબોલમાં નેશનલ લેવલે આપણે કુલ 22 મેડલ મેળવ્યા છે, જે આપણાં માટે ગર્વની વાત છે. આપણે કોચિંગ તેમજ કોચીસ બનાવવામાં ઘણા અગ્રેસર રહ્યા છીએ, જેમાં આપણે વોલીબોલ રેફરીએ માટે પણ તાલીમ આપી તેની પરિક્ષા લઈ જિલ્લાકક્ષાના, રાજ્ય કક્ષાના, રાષ્ટીયકક્ષાના તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના રેફરી તૈયાર કરેલ છે. જેમાં FIVB રેફરી તરીકે ભારતમાં પ્રથમ અને એકમાત્ર ગુજરાતી એવા ડૉ. નરેન્દ્રસિંહ ક્ષત્રિય છે, જેનો આપણને ગર્વ છે.
રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એનજી પટેલે સમારંભમાં વધુમાં કહ્યું કે, આપણી મીનીની ટીમ 2010 માં પ્રથમ મેડલ જીત્યો ત્યારથી આજ સુધી જાણે આપણી મેડલ મેળવવાની પરંપરા એ આપણી આદત બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આપણે કુલ સાત મેડલ મેળવ્યા છે. 2019 માં જ્યારે આપણો સિલ્વર મેડલ આવ્યો ત્યારે આપણે નક્કી કર્યું હતું કે આપણે આપણા ખેલાડીઓનું બહુમાન કરવું જોઈએ પણ ત્યારે કોરોનાકાળના લીધે આવું કોઈ આયોજન કરી શક્યા નહોતા અને ત્યાર પછી આપણે ત્રણ જ વર્ષમાં વોલીબોલ રમતમાં 7 મેડલ જીત્યા જેમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. જેમાંપણ યૂથ વિભાગમાં ભાઈઓ અને બહેનોએ મેળવેલા સુવર્ણ ચંદ્રકોએ ઇતિહાસ રચ્યો છે. જેને લઈને આજે અમદાવાદ ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
રમતગમતના વિકાસમાં મદદરૂપ
ગુજરાત રાજ્ય વોલીબોલ એસોશિએશનના પ્રમુખ એન. જી પટેલે ખેલાડી મિત્રોને મદદ રુપ થવાનું કહેતાં કહ્યું કે, આપ સર્વેને અમાથી કંઈક શીખવાની અને પ્રેરણા લેવાની હું સલાહ આપું છું. આપ પણ ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરી પોતાનો વિકાસ કરો ખૂબ આગળ વધો એવી પ્રાર્થના કરું છું, આપના વ્યસ્ત અને વિકાસશીલ જીવનમાંથી આપ સહુ પણ થોડોક સમય કાઢી તમારાથી થતી કોઈપણ પ્રકારની રમતગમતના વિકાસમાં મદદરૂપ થસો તો આ પ્રકારની આયોજનની સફળતાનો આમોને પણ અહેસાસ થશે. આમ કહીને એન જી પટેલે સર્વેનો આભાર માન્યો.
જય શાહ અને હર્ષ સંઘવીએ મેડલ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું સંબોધન આપ્યું
મહત્વપૂર્ણ બાબત તે છે કે, આ કાર્યક્રમમાં જય શાહ અને હર્ષ સંઘવી મેડલ વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને વોલીબોલ રમતને ઇન્ટરનેશન લેવલે લઈ જવા માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું સંબોધન આપવામાં આવ્યું હતું.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં વોલીબોલ ખેલાડીઓનું કરાયુ સન્માન
ગુજરાતના ગૃહ પ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતમાં સ્પોર્ટ્સની સિદ્ધિઓ અંગે વાત કરી હતી. તેમણે ગુજરાતમાં વિકસી રહેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વખાણ કરતા કહ્યુ હતુ કે જો 20 વર્ષ પહેલાની વાત કરીએ તો ગુજરાતની આપણી ટીમ અનેક રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા જતી હતી. પહેલા ગુજરાતીઓને ફાફડા-જલેબી અને ખમણ ઢોકળાના નામથી ઓળખવામાં આવતા હતા. આ વાતના સાક્ષી અનેક લોકો બન્યા છે. આ વાતથી ભલે લોકોને હસવુ આવે મજાક લાગે, પરંતુ આપણા ગુજરાતને લોકો કઇ નજરે જોતા હતા. રમતગમત ક્ષેત્રે લોકો આપણા ગુજરાતને કેવી રીતે જોતા હતા. સૌથી પહેલી ચેલેન્જ આપણા માટે એ હતી કે ગુજરાત રાજ્યમાં તમામ ક્ષેત્રમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવુ કેમકે મેડલ લાવવા હોય તો પહેલા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવુ પડે અને સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરવા માટે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તેમણે અને આપણા રાજ્યપ્રધાન અમિત શાહે આ માટે મહેનત કરી એક નવી શરૂઆત થઇ.
ડેડિકેશન હોય તો કોઇ રોકી ન શકેઃ જય શાહ
તમારુ પર્ફોમન્સ સારુ રાખજો, મહેનત કરજો, ડેડિકેશન રાખજો તો કોઇ રોકી નહીં શકે, મારુ સિલેક્શન ન થયુ એવી ફરિયાદ કદી ન કરતા, જો તમારુ પર્ફોમન્સ સારુ હશે તો કોઇ રોકી નહીં શકે. વિરાટ કોહલી જોઇ લો, શું તેમને કોઇની ભલામણની જરૂર છે? આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્સ આપણા અમદાવાદમાં બની રહ્યુ છે તે ગર્વની વાત છે.
વધુમાં તેમણે કહ્યું કે, ફાયનલ મેચને ફાઈનલ મેચની જેમ નહિ પણ નોર્મલ મેચની જેમ રમો તો તમને કોઈ હરાવી નહિ શકે. જેથી મારે બધાને વિનંતી છે કે, મેચને ફાઈનલ મેચ નહીં પરંતુ નોર્મલ મેચની જેમ લો. તો તમને કોઈ હરાવી નહિ શકે.
આ પણ વાંચો: આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક પણ ટીકાકાર શોધ્યો નહી જડેઃ હર્ષ સંઘવી