અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULE : અમદાવાદમાં વોલિબોલ ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો,વડોદરામાં મહિલાએ પોલીસ કર્મીને માર્યો લાફો, જાણો WHOએ કેમ આપી ચેતવણી

રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો
ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહની ઉજવણી અમદાવાદ ખાતે કરવામા આવી રહી છે.જેમાં ચીફ ગેસ્ટ તરીકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી અને અતિથિ વિશેષ તરીકે બીસીસીઆઈ સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ જય શાહ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો : રાજ્યના મેડલ વિજેતા વોલિબોલ ખેલાડીઓનો સન્માન સમારોહ યોજાયો, જૂઓ કેટલીક અદભુત તસવીરો!

નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા
બે અઠવાડિયા પહેલા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં વિજિલન્સની ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ગંધ આવતા ભાગી છૂટ્યા હતા. ત્યારે ફરી એકવાર સંસ્કારી નગરીના સંસ્કાર લજવાય તેવી ઘટના બની છે. વડોદરામાં નશામાં ધૂત એક યુવતીએ જાહેરમાં પોલીસ કર્મચારીઓ સાથે અપશબ્દો બોલી કરી હતી. એટલુ જ નહિ, તેણે નશામાં ભાન ભૂલી પોલીસ કર્મીને થપ્પડ લગાવી દીધી હતી.

વધુ વાંચો :વડોદરામાં નશામાં ધૂત યુવતીનો રસ્તા પર હાઈવોલ્ટેજ ડ્રામા, પોલીસ કર્મીને મારી દીધી થપ્પડ, જૂઓ VIDEO

ભરૂચમાં 14 વિદ્યાર્થિનીઓની અચાનક જ તબિયત લથડી
ભરૂચના ઝઘડિયા તાલુકામાં રાજપારડી ગામની ડીપી શાહ શાળામાં વઘુ એક વિદ્યાર્થીની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે.શાળામાં વિદ્યાર્થીઓને ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ બાદ વધુ એક વિદ્યાર્થીની તબિયત લથડતા વિદ્યાર્થીનીને ભરુચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તમામના બ્લડ રિપોર્ટ અને એક્સરે પણ કઢાવવામાં આવ્યા છે. આમ એકાએક વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તંત્ર દોડતું થયું હતું

વધુ વાંચો : ભરૂચમાં 14 વિદ્યાર્થિનીઓની અચાનક જ તબિયત લથડી, તંત્ર થયું દોડતું

PM મોદીએ ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધ્યા
PM મોદી આજે ‘મન કી બાત’ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશવાસીઓને સંબોધિત કર્યા છે. દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમ યોજાય છે. ત્યારે આજે પણ તેમણે’મન કી બાત’ કાર્યક્રમ હેઠળ સમગ્ર દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે ચંદ્રયાન મિશનના ભરપૂર વખાણ કર્યા અને કહ્યું કે,23 ઓગસ્ટે ભારત અને ભારતના ચંદ્રયાન એ સાબિત કર્યું છે કે, સંકલ્પના કેટલાક સૂર્યો ચંદ્ર પર પણ ઉગે છે.

વધુ વાંચો : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક પણ ટીકાકાર શોધ્યો નહી જડેઃ હર્ષ સંઘવી

સાણંદના સર્કલ અધિકારીએ બનાવ્યા પોતાના અલાયદા કાયદા-કાનૂન
ગુજરાત સરકાર ભ્રષ્ટાચારને નાથવા માટે એક મૂહિમ ચલાવી રહી છે. આ મૂહિમના ભાગરૂપે ભ્રષ્ટાચારના આરોપમાં મસમોટા અધિકારીઓ વર્તમાન સમયમાં જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો સરકારે ગુજરાત મહેસુલ વિભાગમાં પ્રસરેલા ભ્રષ્ટાચારને રોકવા માટે જ અધિક મુખ્ય સચિવ તરીકે મનોજ દાસની નિમણૂંક કરી છે. મનોજ દાસે આવતાની સાથે જ મહેસુલ વિભાગમાંથી ભ્રષ્ટાચારને નામશેશ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.

વધુ વાંચો : સાણંદના સર્કલ અધિકારીએ બનાવ્યા પોતાના અલાયદા કાયદા-કાનૂન; તમારી પાસે પૈસા છે તો જ કામ થશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ આપી ચેતવણી
દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. આ વાયરસને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘણા પરિવારો વિખેરાઈ ગયા હતા. આ મહામારીના કારણે થયેલા નુકસાનમાંથી હજી લોકો ઉભર્યા નથી તે પહેલા જ કોવિડના અન્ય એક પ્રકારે માથું ઉંચક્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ચેતવણી આપી છે.

વધુ વાંચો : કોરોના વાયરસના નવા વેરિયન્ટથી ચિંતા વધી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અધિકારીએ આપી ગંભીર ચેતવણી

આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતની જનતાને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે વરસાદ અંગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાટ જીલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે તેવી આગાહી કરાઇ છે. જ્યાં બીજી તરફ ભારતીય હવામાન વિભાગે 26 ઓગસ્ટ સુધી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

વધુ વાંચો : આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી, જાણો આવનારા સપ્ટેમ્બર મહિનાને લઈ અંબાલાલ પટેલે શું કહ્યું

Back to top button