ગુજરાતીઓને લોકો રમતગમત ક્ષેત્રે કઈ નજરે જોતા? આજે ઇમેજ બદલાઇ છેઃ હર્ષ સંઘવી
- ગુજરાત સ્ટેટ વોલીબોલ તરફથી યોજાયો સન્માન સમારંભ
- લોકો ગુજરાતીઓને ફાફડા-જલેબી અને ખમણ-ઢોકળાના નામે ઓળખતા હતા
- આજે ગુજરાતી ખેલાડીઓ ભારતને મેડલ અપાવવામાં યોગદાન આપી રહ્યા છે
આજે ગુજરાતના વોલીબોલના ખેલાડીઓનું સન્માન કરવાના હેતુસર ગુજરાત વોલીબોલ એસોસિએશન તરફથી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગુજરાતના ગૃહપ્રધાન અને રમત ગમત પ્રધાન હર્ષ સંઘવી, બીસીસીઆઇના પ્રેસિડન્ટ જય શાહ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અજય પટેલ, કેડીલા હેલ્થ કેરના પંકજ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના પ્રમુખ એન.જી.પટેલે આનંદ સાથે જણાવ્યુ કે અત્યાર સુધી વોલીબોલમાં નેશનલ લેવલે આપણને 22 મેડલ પ્રાપ્ત થયા છે તે ગૌરવની વાત છે.
આ પ્રસંગે ગુજરાતના ગૃહ પ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતમાં સ્પોર્ટ્સની સિદ્ધિઓ અંગે વાત કરી હતી. તેમણે ગુજરાતમાં વિકસી રહેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વખાણ કરતા કહ્યુ હતુ કે જો 20 વર્ષ પહેલાની વાત કરીએ તો ગુજરાતની આપણી ટીમ અનેક રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા જતી હતી. પહેલા ગુજરાતીઓને ફાફડા-જલેબી અને ખમણ ઢોકળાના નામથી ઓળખવામાં આવતા હતા. આ વાતના સાક્ષી અનેક લોકો બન્યા છે. આ વાતથી ભલે લોકોને હસવુ આવે મજાક લાગે, પરંતુ આપણા ગુજરાતને લોકો કઇ નજરે જોતા હતા. રમતગમત ક્ષેત્રે લોકો આપણા ગુજરાતને કેવી રીતે જોતા હતા. સૌથી પહેલી ચેલેન્જ આપણા માટે એ હતી કે ગુજરાત રાજ્યમાં તમામ ક્ષેત્રમાં સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવુ કેમકે મેડલ લાવવા હોય તો પહેલા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવુ પડે અને સ્પોર્ટ્સ કલ્ચર ડેવલોપ કરવા માટે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તેમણે અને આપણા રાજ્યપ્રધાન અમિત શાહે આ માટે મહેનત કરી એક નવી શરૂઆત થઇ.
ખેલમહાકુંભે રમતગમત ક્ષેત્રે નવી શરૂઆત કરી
આ શરૂઆતનું નામ હતુ ખેલ મહાકુંભ. ભારત પાકિસ્તાનની બોર્ડર પર વસતા બનાસકાંઠા, કચ્છ, પાટણ અને આદિવાસી જિલ્લા ડાંગ જેવા અનેક જિલ્લાઓમાં ખેલ મહકુંભની શરૂઆત કરાઇ. તેના દ્વારા રમતગમતને નવા ખેલાડીઓ મળ્યા. ગુજરાત રમત ગમત ક્ષેત્રે આગળ આવવા લાગ્યુ. કુસ્તી હોય, વોલીબોલ હોય કે એથ્લિટીક હોય. આજે એવી અનેક રમતો જેમાં કોઇ જતુ ન હતુ તેમાં ગુજરાતના દિકરા દિકરીઓ મેડલ જીતીને આવે છે અને ભારતનું નામ રોશન કરે છે. ભારતને મેડલ અપાવવામાં ગુજરાતે અગત્યનો ભાગ ભજવ્યો. અહીં બેઠેલા લોકોને પણ તેનો અનુભવ છે.
આ પણ વાંચોઃ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો એક પણ ટીકાકાર શોધ્યો નહી જડેઃ હર્ષ સંઘવી