સાણંદના સર્કલ અધિકારીએ બનાવ્યા પોતાના અલાયદા કાયદા-કાનૂન; તમારી પાસે પૈસા છે તો જ કામ થશે
ગુજરાત સરકાર ભ્રષ્ટાચારને નાથવા માટે એક મૂહિમ ચલાવી રહી છે. આ મૂહિમના ભાગરૂપે ભ્રષ્ટાચારના આરોપમાં મસમોટા અધિકારીઓ વર્તમાન સમયમાં જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. તો સરકારે ગુજરાત મહેસુલ વિભાગમાં પ્રસરેલા ભ્રષ્ટાચારને રોકવા માટે જ અધિક મુખ્ય સચિવ તરીકે મનોજ દાસની નિમણૂંક કરી છે. મનોજ દાસે આવતાની સાથે જ મહેસુલ વિભાગમાંથી ભ્રષ્ટાચારને નામશેશ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.
સાણંદના સરકારી અધિકારીએ પૈસા આપો અને કામ કરાવોનો નિયમ બનાવ્યો
જોકે, તે છતાં પણ સિસ્ટમમાં બેસેલા ભ્રષ્ટ અધિકારીઓ પોતાના કાળા કામને કાયદાકીય ગૂંચવણો ઉભી કરીને યથાવત રાખી રહ્યાં છે. એસીબી પણ આવા અધિકારીઓને અવાર-નવાર પોતાનો શિકાર બનાવે છે, તો મીડિયા પણ આ મુદ્દે તેની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. આજે આપણે આ રિપોર્ટમાં એક એવા જ અધિકારી વિશે વાત કરીશું, જેને પોતાના કાયદા-કાનૂન બનાવી રાખ્યા છે.
આ સરકારી બાબુએ પૈસા આપો અને કામ કરાવોનો સીધો નિયમ જ લાગું કરી દીધો છે. ખેડૂત હોય કે વ્યાપારી પૈસા આપે એટલે ગમે તેવું કામ હોય તે સીધી લીટીમાં પત્તી જાય છે પરંતુ જો કોઈ પૈસા આપવામાં આના-કાની કરે તો કાયદેસર કામને પણ ટલ્લે ચડાવી દેવામાં આવે છે.
અધિકારી સામે ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે રોષ
આપણે જે અધિકારીની વાત કરવા જઈ રહ્યાં છીએ, તે સાણંદ ખાતે સર્કલ અધિકારીના રૂપમાં ફરજ બજાવે છે. આ અધિકારી સામે ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેમ કે એક જ જેવા કામ માટે તેનું વલણ અલગ-અલગ જોવા મળ્યું છે. કાયદેસર અને સમાન કાર્ય હોવા છતાં એક વ્યાપારીના કામને મંજૂર તો અન્ય પાર્ટીના કામને નામંજૂર કરી દેવામાં આવ્યું છે, તેથી આશંકાઓનું વંટોળ ઉભું થઈ રહ્યું છે. આ અધિકારીના ભ્રષ્ટાચારથી કંટાળીને ખેડૂત અને વ્યાપારી વર્ગે સરકાર સુધીમાં અરજી કરી દીધી છે.
પૈસા પડાવવા અધિકારીના અવનવા કાયદા?
સાણંદમાં ફરજ બજાવતા રાજુ દેસાઈએ રજીસ્ટર વેચાણ નોધ હોવા છતાં તેને નામંજૂર કરવા માટે બે કારણ દર્શાવ્યા હતા કે, “બિનખેતીની જમીન અંગેનું મહેસુલ ભર્યું નથી. તે ઉપરાંત પાવરથી વેચાણ બાબતે પાવર આપનારનું સોગંદનામું રજૂ કરેલ નથી.” પાવર ઓફ એટર્નીથી વેચાણ જ થયેલું નથી, તે છતાં ખોટી રીતે નોધ રિજેક્ટ કરી દેવામાં આવી છે. જે તપાસનો વિષય છે.
હવે વાત કરીએ સરકારના સાચા નિયમની, જે અનુસાર જમીન મહેસુલ અધિનિયમમાં મહેસુલ ન ભરેલું હોય તો વેચાણની નોધ ના પાડવી જોઈએ તેવો કોઈ નિયમ જ નથી. તે ઉપરાંત પાવરથી વેચાણ થયેલા હોય તો નોધ પડાવતી વખતે પાવર આપનારનું અલગથી સોગંદનામુ કરાવવાની કાયદામાં જોગવાઈ નથી તેમ છતાં સાણંદના સર્કલ અધિકારીએ અવનવી કાયદાકીય ગૂંચવણ કેમ ઉભી કરી તે સમજી શકાય છે.
ઉલ્લેખનિય છે કે, આવા કેસમાં વ્યાપારીને હેરાન-પરેશાન કરવામાં આવે તો અરજી પર ભાર મૂકી દેવામાં આવે છે. સાણંદના રાજુ દેસાઈ દ્વારા વ્યાપારીઓ પાસે અરજી પર ભાર મૂકાવવા માટે પોતાના અલગથી જ કાયદાકીય ગૂંચવણ થવા પોતાના અલાયદા કાયદા જ બનાવી લીધા છે.
કોઈ પણ વ્યાપારી અથવા ખેડૂત આનાકાની કરે કે તરત જ પોતાના કાયદાના રૂપમાં રહેલા હથિયાર તેના સામે ધરી દેવાના. ખેડૂત સરળતાથી તેમની ચૂંગલમાં આવી જાય છે પરંતુ વ્યાપારી હોશિયાર હોય છે. તે ભારતના બંધારણ અને મહેસુલ વિભાગના કાયદાથી સજાગ છે, તેવામાં રાજુ જેવા અધિકારીઓ પોતે જ પોતાના કાળા કામોને લઈને ફસાઈ જતા હોય છે.
રાજુ દેસાઈના આવા અનેક કારનામાં છે, તેમાંથી વધુ એક કારનામાં ઉપર નજર કરી લઈએ, જેમાં તેને એક સમાન કાર્ય માટે અલગ-અલગ હુકમ કર્યા છે. એક વ્યાપારીને નોધ પાડી દેવામાં આવી છે તો અન્ય એક વ્યાપારીના કામને ચલ્લે ચડાવી દેવા માટે નોધ નામંજૂર કરવાનો હુકમ કરી દીધો છે.
રાજુ દેસાઈએ બિનખેતીની જમીન અંગેનું મહેસુલ ભર્યું ન હોવા છતાં એક નોધને મંજૂર કરી દીધેલી છે. જ્યારે એક વ્યાપારીએ જમીનનું મહેસુલ ભર્યું નથી તેવું કારણ દર્શાવીને તેની નોધ નામંજૂર કરવાનો હુકમ કરી દીધો છે.
છે ને રસપ્રદ વાત? એક વ્યાપારીએ જમીનનું મહેસુલ ભર્યું ન હોવા છતાં તેની નોધને કાયદેસર હોવાનું દર્શાવીને મંજૂરી કરી દેવામાં આવે છે તો અન્ય એકની નોધ રદ્દ કરવા માટે જ જમીન મહેસુલ ન ભર્યાનું કારણ દર્શાવવામાં આવે છે. વાહ શું વાત છે રાજુ દેસાઈ… જણાવી દઇએ કે રાજુ દેસાઇએ જે નોધ મંજૂર અને નામંજૂર કરી છે, તે એક જ ગામના હદ્દમાં છે. બંને મિલકત આસપાસ હોવાનું પણ સામે આવી રહ્યું છે. તમે તમારો એક પગ નોધ મંજૂર કરેલી મિલકત ઉપર અને એક પગ નામંજૂર કરેલી મિલકત ઉપર મૂકી શકો છો તેટલી આસપાસ આવેલી છે.
અહીં યક્ષ પ્રશ્ન ઉભો થાય છે કે અધિકારી રાજુ દેસાઈ એક જ જેવા બે કામ માટે અલગ-અલગ માપદંડ કેમ અપનાવી રહ્યો છે? સ્વભાવિક વાત છે કે, જ્યારે સરકારી અધિકારી કોઈ વ્યાપારી કે ખેડૂતને અવનવા કાયદાકીય ગૂંચવણમાં ફસાવીને તેની ફાઈલ દબાવી રાખે તો તેનો સીધો ઇશારો તોડ-પાણીનો સમજવામાં આવે છે.
આ પણ વાંચો : મહેસુલ વિભાગ: પ્રીમિયમની અનેક ફાઇલો ક્લેક્ટર ઓફિસોમાં અટવાઇ/ ભૂલ કરે એજન્સીઓ દંડ ભરે ખેડૂતો-અરજદારો; જવાબદાર કોણ?
રાજુ દેસાઈ કરે છે રેકોર્ડ સાથે ચેડા
રાજુ દેસાઈના કરતૂતોની યાદી ખુબ જ મોટી છે. રાજુ દેસાઈ પર ખેડૂતો અને વ્યાપારીઓ એવો પણ આક્ષેપ કરી રહ્યાં છે કે, તેમના દ્વારા આપવામાં આવતા ડોક્યુમેન્ટના રેકોર્ડ સાથે પણ રાજુ દેસાઈ ચેડા કરે છે. નોધને નામંજૂર કરવા માટે કારણ ઉભું કરવા માટે સબમિટ કરેલા ડોક્યુમેન્ટમાંથી એકાદ-બે ડોક્યુમેન્ટ કાઢી લેવામાં આવે છે. આમ રેકોર્ડ સાથે છેડછાડ કરીને ખેડૂતો અને વ્યાપારીઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યાં છે.
ક્રિમ પોસ્ટિંગ મેળવતો રહ્યો છે રાજુ દેસાઈ
રાજુ દેસાઈ અગાઉ પણ ક્રિમ પોસ્ટિંગ મેળવતો રહ્યો હોવાની પણ જાણકારી સામે આવી રહી છે. તેવામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું રાજુ દેસાઈને કોઈ ઉપલા અધિકારીઓ પીઠબળ પૂરુ પાડી રહ્યાં છે. સ્વભાવિક છે કે, ઉપલા અધિકારીઓના પીઠબળથી જ રાજુ દેસાઇ બેફામ રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે.
મહેસુલ અધિનિયમ શું કહે છે
મહેસુલ અધિનિયમ-1879ની કલમ-145-ઘમાં સ્પષ્ટ રીતે દર્શાવામાં આવ્યું છે કે, જ્યારે સક્ષમ અધિકારી સામે માનવા માટે કારણ હોય કે આવા ફેરફારની નોધ અધિનિયમ અથવા બીજા કોઈ અધિનિયમની જોગવાઓઓ પૈકીની કોઈ જોગવાઇનો ભંગ કરે છે અથવા ઉલ્લંઘન કરે છે ત્યારે તેણે આવી નોધ પ્રમાણિત કરવી જોઈએ નહીં અને સંબંધિત વ્યક્તિને લેખિતમાં તેના કારણો જણાવવા જોઈએ. આમ જો નોધ નામંજૂર કરવાના કિસ્સામાં સક્ષમ અધિકારીને કોઈ કાયદાકીય જોગવાઈનો ભંગ થતો હોય તો નોધ નામંજૂર કરવી જોઈએ.
રાજુ દેસાઈ જેવા અધિકારીઓએ આખા મહેસુલ વિભાગનું નામ ખરાબ કર્યું છે. તેની સાથે-સાથે સરકારનું પણ નામ ખરાબ કરી રહ્યાં છે.
રાજુ દેસાઈની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આ અધિકારીએ ભ્રષ્ટાચારની ચરમસીમાને પણ પાર કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારે બને તેટલા કડક પગલા ભરીને તેના અત્યાર સુધીના તમામ કામની સમીક્ષા કરાવવી જોઈએ. સ્વભાવિક છે કે, અત્યારે આપણા સામે જ તેના બે કાળાકામો ઉજાગર થઈ ગયા છે. ભ્રષ્ટાચાર આચરીને આવક કરતાં વધારે સંપત્તિ ભેગી કરવા માટે રાજુ દેસાઈ પર ઈડી કે ઇન્કમટેક્સની તપાસ બેસાડવી જોઈએ.
આ અંગે મનોજદાસ અને ગુજરાત સરકારે કડક પગલા ભરીને દાખલો બેસે તેવી કાર્યવાહી કરીને રાજુ દેસાઈને જેલના હવાલે કરી દેવો જોઈએ.
- અમારા ફેસબુક પેજને ફોલો કરવા માટે લિંક પર કરો ક્લિક- https://www.facebook.com/humdekhengenewsofficial
- સીધા તમારા વોટ્સએપ પર સમાચાર મેળવવા માટે આપેલી લિંક પર કરો ક્લિક- https://chat.whatsapp.com/CyPtEm9NFqD78Jxgyppzxj
- અમારા એપને ડાઉનલોડ કરી મેળવો દેશ-દુનિયા અને રાજ્યના તમામ સમાચાર – Android- https://play.google.com/store/apps/details?id=com.humdekhenge.hdnews IOS: IOS: https://apps.apple.com/in/app/hum-dekhenge/id1621833708
આ પણ વાંચો : ડીસામાં ડી-માર્ટની એન્ટ્રી આપણે કરાવી; એક વકીલની ખોટે-ખોટી ફાકા ફોજદારી