ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડીસામાં ડી-માર્ટની એન્ટ્રી આપણે કરાવી; એક વકીલની ખોટે-ખોટી ફાકા ફોજદારી

ડીસામાં ડી-માર્ટનું ભૂમિપૂજન થઇ ગયું છે. આ ડી-માર્ટને લાવવા માટે ડીસાના જ એક ઉદ્યોગપતિએ પોતાની આખી ટીમને કામે લગાડી હતી. એકાદ વર્ષની અથાગ મહેનત પછી ડી-માર્ટને ડીસામાં લાવવા માટેનો રસ્તો મોકળો થયો હતો. જોકે, હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે ડીસાના એક વકીલ સાહેબ બધે કહેતા ફરી રહ્યાં છે કે ડીસામાં ડી-માર્ટને લાવવા માટે તેમને મોટી ભૂમિકા ભજવી છે.

ડીસા વકીલ-humdekhengenews

ડીસામાં આવી રહેલા ડી-માર્ટનો શ્રેય લેવા પડાપડી

સ્વભાવિક છે કે, કોઈ સારૂં કામ થતું હોય તો ઘણા લોકો તેનો શ્રેય લેવા માટે દોડી આવતા હોય છે. જેમ કે ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું તો અનેક રાજકીય પાર્ટીઓ અને અમેરિકા સુધીએ તેમા ભાગીદાર હોવાનું કહીને પોતાનો શ્રેય હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેવી જ રીતે ડીસામાં આવી રહેલા ડી-માર્ટ પાછળ એવા લોકો શ્રેય લઇ રહ્યાં છે, જેમને આ બાબતે ન્હાવા-નિચોડવાનો કોઇ સંબંધ નથી.

ડીસા વકીલ-humdekhengenews

ડીસાના વકીલે ડી-માર્ટનો ભ્રામક પ્રચાર કર્યો 

ડીસાના એક વકીલ સાહેબ પણ ડી-માર્ટને ડીસામાં લાવવા માટેનો શ્રેય લઈ રહ્યાં છે. તેઓ માર્કેટમાં પ્રચાર કરી રહ્યાં છે કે, ડી-માર્ટને ડીસામાં લાવવા માટેની પ્રોસેસથી લઈને ડોક્યુમેન્ટ તૈયાર કરવા પાછળ તેમને અથાગ મહેનત કરી છે. જોકે, આ પ્રચાર એકદમ ભ્રામક છે. તેઓ પોતાના મોટા કામ કઢાવવા માટે આવી બધી વાતો માર્કેટમાં વહેતી કરી રહ્યાં છે.

 

આ પણ વાંચો : ડીસા તાલુકા માટે ખુશીના સમાચાર: જાણો શા માટે ડીસાના લોકો કરી શકશે હવે સસ્તામાં ખરીદી!

ડીસામાં ડી માર્ટ- હમ દેખેગે ન્યૂઝ
ડીસામાં ડી માર્ટ- હમ દેખેગે ન્યૂઝ

મોટા કામ કઢાવવા માટે વકીલે માર્કેટમાં ખોટો પ્રચાર કર્યો 

ડી-માર્ટને ડીસામાં લાવવાની ખોટે-ખોટી અફવાઓ ફેલાવીને અન્ય લોકો પાસેથી કામો કઢાવવાની મંશાને નકારી શકાય નહીં. લોકોની વચ્ચે પોતાને કાબિલ વકીલ સાબિત કરીને અન્ય કામ કઢાવવા માટે અફવા ફેલાવવામાં આવી રહી હોવાનું પણ દેખાઇ રહ્યું છે. તેથી આ વકીલથી સાવધાન રહેવું જરૂરી છે. જણાવી દઇએ કે, આ વકીલ એક મોટી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા છે, તે ઉપરાંત અન્ય મોટા ઉદ્યોગપતિઓ સાથે ઉઠવા બેસવાનું હોવાથી મોટા કામ કઢાવવા માટે વકીલે માર્કેટમાં પોતાના નામનો એક મમરો મૂકી દીધો છે.

આ પણ વાંચો : ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશન અભિવાદન સમારોહમાં હાજર મહેમાનોનું કરાયું સ્વાગત

Back to top button