ભરૂચમાં 14 વિદ્યાર્થિનીઓની અચાનક જ તબિયત લથડી, તંત્ર થયું દોડતું
ભરૂચના ઝઘડિયા તાલુકામાં રાજપારડી ગામની ડીપી શાહ શાળામાં વઘુ એક વિદ્યાર્થીની તબિયત લથડી હોવાની વિગતો સામે આવી છે.
શાળામાં વિદ્યાર્થીઓને ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ બાદ વધુ એક વિદ્યાર્થીની તબિયત લથડતા વિદ્યાર્થીનીને ભરુચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તમામના બ્લડ રિપોર્ટ અને એક્સરે પણ કઢાવવામાં આવ્યા છે. આમ એકાએક વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તંત્ર દોડતું થયું હતું
ભરૂચમાં 14 વિદ્યાર્થિનીઓની એકાએક તબિયત લથડી
પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામની ડીપી શાહ હાઈસ્કૂલ ખાતે એક બે નહી પરંતુ એક સાથે 14 જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક ચક્કર આવવા અને ગભરામણની સમસ્યા ઉભી થઈ હતી. જેથી આ તમામને પ્રાથમિક સારવાર આપ્યા બાદ અવિધા ગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં વધુ સારવારની જરૂરીયાત જણાતા વાલીઓએ તેમને વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓને ખસેડવામાં આવી હતી. જ્યાં તમામના બ્લડ રિપોર્ટ અને એક્સરે પણ કઢાવવામાં આવ્યા છે. અને તેમની સારવાર કરવામા આવી રહી છે.
તંત્ર થયું દોડતું
ઝઘડિયા તાલુકામાં શાળાની વિદ્યાર્થીનીઓને ગભરામણ અને ચક્કર આવવાની સમસ્યા ઉભી થઈ હતી ત્યારે આજે આ જ શાળામાં બીજા દિવસે પણ વધુ એક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. જેના કારણે ભરુચ જિલ્લાનું શિક્ષણ,આરોગ્ય અને વહિવટી તંત્રમાં ભાગદોડ મચી હતી.
આ પણ વાંચો : ડીસામાં ડી-માર્ટની એન્ટ્રી આપણે કરાવી; એક વકીલની ખોટે-ખોટી ફાકા ફોજદારી
હાઈસ્કુલ ખાતે ફોરેન્સિકની ટીમ પણ પહોંચી
આ ઘટનાની ગંભીરતાને જોતા રાજપારડીની હાઈસ્કુલ ખાતે ફોરેન્સિકની ટીમ પણ તપાસ અર્થે પહોંચી હતી અને અચાનક આટલી વિદ્યાર્થીનીઓને કેમ ગભરામણ તેમજ ચક્કર આવ્યા તે અંગે તપાસ હાથ ધી હતી.
અચાનક કેમ આટલી બધી બાળાઓની તબિયત લથડી ?
હોસ્પિટલમાં વિદ્યાર્થીનીઓના વિવિધ મેડિકલ રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા છે જેમાં બેથી ત્રણ વિદ્યાર્થીઓને સિકલસેલની બિમારી હોવાનું સામે આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય બાળાઓમાં હિમોગ્લોબીનની ઉણપના કારણે તેઓ સિકલસેલનો ભોગ બન્યા હોય અને તેમને જોઈ અન્ય બાળાઓને ગભરાટમાં ચક્કર આવ્યા હોય તેવું જણાવવામા આવ્યું છે.
આ પણ વાંચો : સાણંદના સર્કલ અધિકારીએ બનાવ્યા પોતાના અલાયદા કાયદા-કાનૂન; તમારી પાસે પૈસા છે તો જ કામ થશે