ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સોશિયલ મીડિયામાં જવાહર પોઈન્ટ શબ્દ ટ્રેન્ડ, જાણો શું છે ‘જવાહર પોઈન્ટ’ અને મિશન ચંદ્રયાન સાથે શું છે નાતો

  • પીએમ મોદીએ ISROના વૈજ્ઞાનિકોની કરી પ્રશંસા
  • ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટને અપાયું શિવશક્તિ પોઈન્ટ નામ
  • સોશિયલ મીડિયા પર જવાહર પોઈન્ટ શબ્દ સતત ટ્રેન્ડિંગમાં

દક્ષિણ આફ્રિકા અને ગ્રીસથી સ્વદેશ પરત આવ્યા બાદ ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને બેંગલુરુ ખાતે આવેલા ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સૌથી પહેલા ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ.સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી અને ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું હતું.પીએમ મોદીના સંબોધન બાદથી જ આજે જવાહર પોઈન્ટ શબ્દ સતત ટ્રેન્ડ કરી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,પીએમ મોદીના સંબોધન બાદથી જ આજે જવાહર પોઈન્ટ શબ્દ સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. આખરે આ જવાહર પોઈન્ટ શું છે અને તેનું નામકરણ કેવી રીતે થયું, તે જાણવા માટે ઘણા લોકો ઉત્સુક છે. તો આપને જણાવી દઈએ કે, તે મિશન ચંદ્રયાન સાથે સંબંધિત છે. આ નામ ચંદ્રયાન-1 સમયે આપવામાં આવ્યું હતું અને હાલ સોશિયલ મીડિયા પર તેના વિશે ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે ભાજપ અને વિપક્ષના નેતાઓ ટ્વીટ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે ચાલો જાણીએ કે આખરે આ જવાહર પોઈન્ટ શું છે.

જવાહર પોઈન્ટ શું છે?
સૌથી પહેલા આપણે જાણીએ કે જવાહર પોઈન્ટ શું છે? તે ચંદ્રયાન-1 સાથે સંબંધિત છે. ભારતે અવકાશમાં વર્ષ 2008માં 22 ઓક્ટોબરે તેનું પ્રથમ ચંદ્ર મિશન લૉન્ચ કર્યું હતું. બધુ જ પ્લાન મુજબ ચાલ્યું, પરંતુ ચંદ્રયાન-1 ચંદ્રથી લગભગ 100 કિમી દૂર ક્રેશ થઈ ગયું. દક્ષિણ ધ્રુવ પાસે તેનું ક્રેશ લેન્ડિંગ થયું. જે તારીખે આ ક્રેશ લેન્ડિંગ થયું તે તારીખ 14 નવેમ્બર હતી. નોંધનીય છે કે 14 નવેમ્બર એ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જન્મજયંતિ છે. તેથી જ ચંદ્રયાન-1ના લોન્ચિંગ સાઈટનું નામ જવાહર પોઈન્ટ રાખવામાં આવ્યું છે.

PM મોદીએ કર્યું નામકરણ
ઉલ્લેખનીય છે કે, PM મોદી ગ્રીસના પ્રવાસથી સીધા બેંગલુરુ પહોંચ્યા હતા. અહીં તેઓ ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હતા અને તેમને ચંદ્રયાન-3ની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે, સપાટી પર લેન્ડિંગના સ્થળનું નામકરણ કરવાની વૈજ્ઞાનિક પરંપરા રહી છે. ભારતે ચંદ્રના તે ક્ષેત્રનું નામકરણ કરવાનું નક્કી કર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે ચંદ્રયાન-3નું લેન્ડર ચંદ્રની સપાટી પર જ્યાં ઉતર્યું છે તેને ‘શિવ-શક્તિ પોઈન્ટ’ના નામથી ઓળખવામાં આવશે.

સોશિયલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસ આમને સામને
પીએમ મોદી દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યા બાદ ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે, ભારત ફર્સ્ટ vs ફેમિલી ફર્સ્ટ. તેમણે આગળ લખ્યું કે ચંદ્રયાન-1ના લેન્ડિંગ અથવા ઈમ્પેક્ટ પોઈન્ટનું નામ જવાહર પોઈન્ટ રાખવામાં આવ્યું. તો ચંદ્રયાન-2ના ઈમ્પેક્ટ/લેન્ડિંગ પોઈન્ટને તિરંગા પોઈન્ટ અને ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવી રહ્યું છે. પૂનાવાલાએ આગળ લખ્યું કે વિક્રમ લેન્ડરનું નામ વિક્રમ સારાભાઈના નામ પર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગ્રીસે પીએમ મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓફ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા, વડાપ્રધાને માન્યો આભાર

Back to top button