- ભાજપના આગેવાનો-કાર્યકરોએ ડોર ટુ ડોર અભિયાન ચલાવ્યું છે
- શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન ઉપાડવામાં આવ્યું
- સાંસદ, ધારાસભ્યો સહિત કોર્પોરેટરો અને બુથ લેવલનાં કાર્યકર્તાઓ પણ સહભાગી
નવા મતદારોની નોંધણી માટે ભાજપ સજ્જ, મતદાતા ચેતના અભિયાન ઉપાડયું છે. શહેર ભાજપના આગેવાનો-કાર્યકરોએ ડોર ટુ ડોર અભિયાન ચલાવ્યું છે.
શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન ઉપાડવામાં આવ્યું
શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન ઉપાડવામાં આવ્યું છે. નવા મતદારોની નોંધણી થાય તે માટે ભાજપના કાર્યકરોએ ઘરે ઘરે જઇ નગરજનોનો સંપર્ક કર્યો છે. જેમાં બે દિવસથી ડોર ટુ ડોર કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. શહેર ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ દર્શના જરદોશ, શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર હેમાલી બોઘાવાલા સહિત તમામ ધારાસભ્યો આ અભિયાનમાં જોડાયા છે.
સાંસદ, ધારાસભ્યો સહિત કોર્પોરેટરો અને બુથ લેવલનાં કાર્યકર્તાઓ પણ સહભાગી
શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચનાથી મતદાતા ચેતના અભિયાન કાર્યક્રમનું આયોજન થયું છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં નવા મતદારોની મહત્તમ નોંધણી થાય તે હેતુસર ભાજપાના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇ સંપર્ક કરશે. અભિયાનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો સહિત કોર્પોરેટરો અને બુથ લેવલનાં કાર્યકર્તાઓ પણ સહભાગી થશે. શહેર ભાજપ દ્વારા બુથ લેવલ સુધી પક્ષના પ્રશિક્ષણ લીધેલા કાર્યકરો દ્વારા મતદાતા ચેતના અભિયાનની સ્પેશિયલ ડ્રાઈવ કરાશે. શહેરના તમામ બૂથમાં નવા મતદાતાઓની નોંધણી સહિતનું કાર્ય કરવામાં આવ્યું છે.
વધુમાં વધુ મતદારો નોંધણી કરાવીને મતદાન કરે
વધુમાં, હાલમાં ચૂંટણી તંત્ર દ્વારા આગામી 2024ની લોકસભાની ચૂંટણીને અનુલક્ષી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. ત્યારે એક રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના કાર્યકરો દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરાયુ છે. બુથ લેવલ સુધી સંપર્ક કરી નવા મતદારોની નોંધણી, 18 કે તેથી વધુ વયના મતદારો મત આપી શકે તેમના નામ નોંધાવવા, કેટલાક મતદારોના નામ કમી કરવા, સ્થળાંતરિત મતદારો અંગે સુધારણા જેવા કાર્યો હાથ ધરી ચૂંટણી શાખાના કાર્યમાં મદદ કરાઇ છે. જેનાથી દેશના લોકતંત્ર માટે જરૂરી મતદાતાઓની સંખ્યામાં પણ વધારો થઈ શકશે. નાગરીકો મતદાનનું મહત્વ સમજે અને વધુમાં વધુ મતદારો નોંધણી કરાવીને મતદાન કરે તે માટે મહાનગરના પ્રત્યેક વોર્ડમાં એક કાર્યશાળાનું પણ આયોજન કરાયું હતું.