રાજ્ય સરકારે રક્ષાબંધનની રજા જાહેર કરી, પરિપત્ર કર્યો જાહેર, તમામ સરકારી કચેરીઓ રહેશે બંધ
- રાજ્ય સરકારે રક્ષાબંધનના દિવસે રજા જાહેર કરી
- સરકારે 30મી ઓગસ્ટે રજા જાહેર કરી
- તમામ સરકારી કચેરીઓ રક્ષાબંધનને દિવસે રહેશે બંધ
દરેક ભાઈ બહેન જે તહેવારની રાહ જોઈને બેઠા હોય એ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીક આવી રહ્યો છે. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા કે કરાવવા માટે દોરો બાંધે છે. આ પર્વ શ્રાવણ શુક્લ પૂર્ણિમાનાં ઊજવવામાં આવે છે. 2023 એટલે કે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે. ત્યારે આ વખતે રાજ્ય સરકારે રક્ષાબંધનનાં દિવસે રજા જાહેર કરી છે. જેથી 30 મી ઓગસ્ટે રાજ્ય સરકાર દ્વારા રક્ષાબંધનની રજા જાહેર કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ દિવસે બહેન પોતાના ભાઈનાં હાથે રક્ષા કરવા માટે રાખડી બાંધે છે. આ વર્ષે રક્ષાબંધન બે દિવસ ઉજવવામાં આવશે, ત્યારે હવે રાજ્ય સરકારે રક્ષાબંધનના પવિત્ર દિવસે રજા જાહેર કરી છે જેના પગલે હવે 30મી ઓગસ્ટે તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રા શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.
ભદ્રા કાળ દરમિયાન માત્ર 4 મિનિટનો શુભયોગ
જો તમે 30 ઓગસ્ટનાં રોજ ભદ્ર કાળ દરમિયાન રાખડી બાંધવા ઈચ્છો છો તો તમને માત્ર 4 મિનિટનો શુભ સમય મળી શકશે. 30 ઓગસ્ટનાં સવારે રાખડી બાંધવા માટેનો પ્રદોષ કાળ મૂહુર્ત રાત્રે 9.01થી રાત્રે 9.05 એટલે કે 4 મિનિટનો જ સમય રહેશે.
ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી
ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે, ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે.