રાહુલ ગાંધી લદ્દાખના પ્રવાસે
કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં લદ્દાખના પ્રવાસે છે.આ દરમિયાન તેમણે શુક્રવારે એટલે કે,આજે કારગીલની મુલાકાત લીધી હતી. કારગિલ વર્ષ 1999માં ભારત-પાકિસ્તાન યુદ્ધનું મેદાન બની ગયું હતું. રાહુલ ગાંધી આ સ્થળે બાઇક દ્વારા પહોંચ્યા હતા અને કોંગ્રેસના યુવા કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં મુસ્લિમોને લઈને સવાલ કરવામાં આવતા રાહુલે પોતાની શૈલીમાં જવાબ આપ્યો
વધુ વાંચો : રાહુલ ગાંધી કારગિલ પ્રવાસે, દેશમાં મુસ્લિમોના હાલાતને લઈ સવાલો પૂછતા, પોતાની શૈલીમાં કંઈક આવો જવાબ આપ્યો
દાંતા વિસ્તારમાં ખેડૂતો સાથે છેતરપિંડી
દાંતા તાલુકાના ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી આચરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અંતરિયાળ વિસ્તારના આદિવાસી સમાજના લોકોના ડોક્યુમેન્ટ લઈ તેમને ટ્રેક્ટર અપાવી છ માસ અગાઉ બે ઈસમોએ ખેડૂતોને ટ્રેક્ટર છોડાવી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરા ખેડૂતોએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો : દાંતા તાલુકાના ખેડૂતો સાથે ટ્રેક્ટરની છેતરપિંડી, 52 ટ્રેક્ટર લઈને ઠગબાજો થઈ ગયા હતા ફરાર
સુપ્રીમ કોર્ટે માનહાનિ કેસમાં શું કહ્યું
ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસ: સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે (25 ઓગસ્ટ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ સંબંધિત ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે.
વધુ વાંચો : ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં SCએ CM કેજરીવાલની અરજી ફગાવી
દિલ્હીમાં ભયાનક અકસ્માત
દેશભરમાં રોજના હજારો માર્ગ અકસ્માત સર્જાતા હોય છે. જેમાં કટેલાક નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે. આ અકસ્માતોમાં મોટાભાગના અકસ્માત બેફામ વાહન હંકારવાના કારણે થતા હોય છે. ત્યારે આવો જ વધુ એક અકસ્માત દિલ્હીમાં સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં બેફામ કાર ચાલકે એક એક્ટિવાને અડફેટે લીધી હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : દિલ્હીમાં બેફામ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બાળકી ફૂટબોલની જેમ ઊલળી, જૂઓ LIVE CCTV
અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન નિર્ણય કર્યો
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે કોઈ પણ સરકારી કર્મચારીને આ બીજા લગ્ન કરવા પર કાઠી મુકવામાં આવશે નહીં. અલ્હાબાદ હાઈકોર્ટે બહુપત્નીત્વના એક કેસમાં આ નિર્ણય આપ્યો છે.
વધુ વાંચો : આણંદ કલેક્ટર કચેરીના કાંડ મામલે મોટો ખુલાસો, આરોપીએ બનાવેલા ગ્રુપમાં નાયબ મામલતદારોને અપાતી ક્રીમ પોસ્ટિંગ
આણંદ કલેક્ટર કચેરીના કાંડ મામલે મોટો ખુલાસો
આણંદ કલેક્ટર કચેરીના કાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે આ મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આરોપી જે.ડી.પટેલે એક ગ્રુપ બનાવ્યુ હોવાનો ખુલાસો થયો છે. જાણકારી મુજબ આ ગ્રુપમાં આવતા નાયબ મામલતદારોને ક્રિમ પોસ્ટિંગ મળતી હતી. આ સાથે જે.ડી.પટેલના ગ્રુપમાં તમામ કચેરીના નાયબ મામલતદાર હતા.
વધુ વાંચો : આણંદ કલેક્ટર કચેરીના કાંડ મામલે મોટો ખુલાસો, આરોપીએ બનાવેલા ગ્રુપમાં નાયબ મામલતદારોને અપાતી ક્રીમ પોસ્ટિંગ
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી 51 લોકો ફસાયા
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ ગુરુવારે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના શેહનુ ગૌની અને ખોલનાલા ગામોમાં વાદળ ફાટવાની ઘટના સ્થળે ફસાયેલા 51 લોકોને બચાવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. હિમાલયન રાજ્યમાં ભારે વરસાદને કારણે વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે વ્યાપક મૃત્યુ અને વિનાશ થયો છે.
વધુ વાંચો : હિમાચલ પ્રદેશઃ વાદળ ફાટવાથી મંડી ગામોમાં ફસાયેલા 51 લોકોને NDRFએ બચાવ્યા, જૂઓ વિડીયો