શું ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહાનાયક અમિતાભની જગ્યા નવો હીરો લેશે? શું છે સત્ય
ગાંધીનગર: ગુજરાત પ્રવાસન વિભાગને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિભાગમાં બ્રાન્ડ એમ્બેસડર બદલાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. હાલમાં ગુજરાત પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસડર તરીકે અમિતાભ બચ્ચન છે. પરંતુ હવે તેમને બદલવામાં આવી શકે છે તેવી માહિતિ સામે આવી છે.
કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.. ગુજરાત પ્રવાસન વિભાગના એડ કેમ્પિંગમાં હવે નવા હીરોની એન્ટ્રી જોવા મળી શકે છે. પ્રવાસન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત આવીને શૂટિંગ કરવાનું શક્ય નથી. તેઓએ કહ્યું કે તેઓ ગુજરાત આવીને શૂટિંગ કરવામાં અસમર્થ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત પ્રવાસન વિભાગ મુંબઈમાં આવીને શૂટિંગ કરવામાં આવે તો તેઓ પોતે તૈયાર હોવાની વાત કરી છે.
જોકે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં શૂટિંગ થાય તેવો આગ્રહ અત્યારે રાખવામાં આવી રહ્યો છે. આ કિસ્સો મુખ્યમંત્રી કક્ષાએ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કક્ષાએ આ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે.
તે ઉપરાંત અમિતાભ બચ્ચનનો માત્ર અવાજ લેવો કે પછી કોઈ નવા હીરોને ટુરીઝમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ગુજરાતમાં શૂટિંગ કરાવવું તે અંગે ચર્ચા કરવામાં આવશે. આખરી નિર્ણય વાઇબ્રન્ટ ગુજરાત પહેલા લઈ લેવામાં આવે તેવી સંભાવના જોવા મળી રહી છે.
આ પણ વાંચો-સુરત : પ્રાંત અધિકારીના ઘરમાં ધડાકાભેર આગ લાગી, અધિકારીના પત્ની અને પુત્ર ઈજાગ્રસ્ત