શું તમે સો.મીડિયા પર ISROનું એકાઉન્ટ ફોલો કરી રહ્યા છો? તો રહેજો સાવચેત , ISROના નકલી એકાઉન્ટ બન્યા
- સો.મીડિયા પર ISROને ટેગ કરતા પહેલા સાવધાન
- ISROના નકલી એકાઉન્ટ બન્યા
- સરકારે લોકોને સાવચેત કરવા પડ્યા
ISROએ ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક લોન્ચ કરીને ઈતિહાસ રચી લીધો છે. ISRO એ મિશન ચંદ્રયાન હેઠળ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. જેણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે. જોકે ISROની આ ઉપલબ્ધિ પર દેશ જ નહીં દુનિયાભરમાંથી તેને શુભકામનાઓ મળી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેની સાથે ભળતા નામના અનેક એકાઉન્ટ્સ બની ગયા છે.
Did you come across any #Instagram accounts posting updates on #Chandrayaan3 & #ISRO?#PIBFactCheck
✔️ These accounts are not associated with the @isro.
✔️The official account of ISRO on Instagram is 'isro(.)dos'
🔗https://t.co/87APtJ6NRK pic.twitter.com/VYCCvoH6ux
— PIB Fact Check (@PIBFactCheck) August 24, 2023
ISROના નકલી એકાઉન્ટ બન્યા
ISRO અને તેના જેવા નામોથી નકલી ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ બનાવ્યા છે. જે ISROની સત્તાવાર ચેનલ હોવાનો ખોટો દાવો કરી રહી છે. તેવામાં કયા એકાઉન્ટને સાચા ગણવા જોઈએ તે અંગે યુઝર્સમાં મૂંઝવણ ઉભી થઈ રહી છે.જેને ધ્યાને રાખી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો(PIB)એ ISRO સંબંધિત એક ફેક્ટ ચેક જાહેર કર્યું છે. હકીકતમાં ઈસરોની સાથે સરકારને ફરિયાદ મળી હતી કે સોશિયલ મીડિયા પર ઈસરોના નામે ઘણા ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. આ ફેક એકાઉન્ટ્સ પર ઈસરો અને મિશન ચંદ્રયાન સંબંધિત ઘણી ભ્રામક અને ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ ફેક એકાઉન્ટના નામમાં isro.chandrayaan, isro.official જેવા નામોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
CMથી માંડીને સેલેબ્સ સુધી ફેક એકાઉન્ટ્સ ટેગ કર્યા
જે વખતે ચંદ્રયાન-3 લોન્ચ થયું ત્યારે હજારો લોકો ચંદ્રયાન-3ની ઈન્ફર્મેશન મેળવવા ઈસરોના સોશિયલ મીડિયા એકાઉન્ટસને ફોલો કરી રહ્યા છે. જેથી આ ફેક એકાઉન્ટ્સના ચક્કરમાં રાજનેતા, બોલિવૂડ સેલેબ્સ અને ઘણી મોટી કંપનીઓ પણ ફસાઈ ગઈ છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આવા જ એક ફેક એકાઉન્ટને પોતાની પોસ્ટમાં ટેગ કરીને ISROને શુભેચ્છા પાઠવી દીધી. તો દિશા પાટની, પ્રીતિ ઝિન્ટા, હિના ખાન, ચેન્નઈ સુપર કિંગ્સ, સોની ઈન્ડિયા ઓફિશિયલ, કેટરીના કૈફ, જેકલિન ફર્નાન્ડિઝ, સુરજ પંચોલી, રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર અને કિઆરા અડવાણીએ પણ ખોટા એકાઉન્ટ્સને ટેગ કરી દીધા હતા.
View this post on Instagram
ISROની સાચા એકાઉન્ટ્સ કયા?
PIBએ મળેલી ફરિયાદોની હકીકત તપાસી અને નકલી ખાતાઓથી સાવધ રહેવા જણાવ્યું. ISROનું વાસ્તવિક એકાઉન્ટ શેર કરતી વખતે, PIBએ કહ્યું કે વાસ્તવિક એકાઉન્ટ Instagram પર ‘isro.dos’ નામથી નોંધાયેલું છે. તે જ સમયે, ISROની સત્તાવાર વેબસાઇટ, ‘https://isro.gov.in’ પર વિશ્વાસ કરવા વિનંતી કરવા આગ્રહ કર્યો છે. પીઆઈબીએ કહ્યું કે ઈસરોના નામે ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવામાં આવી રહ્યા છે. તેથી આવા એકાઉન્ટ પર વિશ્વાસ ન કરવો
આ પણ વાંચો : ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાનનો ચંદ્ર પરથી પ્રથમ ફોટો સામે આવ્યો, જૂઓ આ લેટેસ્ટ તસવીર