અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબીના હળવદમાં અકસ્માત: બેફામ ટ્રક ચાલકે અડફેટે લેતા 2ના મોત, 2 લોકો ઈજાગ્રસ્ત

Text To Speech
  • મોરબીના હળવદમાં રણજીતગઢ પાસે અકસ્માત
  • રોડ સાઈડમાં ઉભેલ બે સગીરા સહિત ત્રણ વ્યક્તિઓને ટ્રકની અ઼ડફેટે
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એક વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં મોરબીના હળવદમાં રણજીતગઢ પાસે અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

ટ્રક ચાલકે બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને અડફેટે લીધા
પ્રાપ્ત વિગતો અનુસાર,હળવદમાં રણજીતગઢ પાસે રોડની સાઈડમાં એક બેફામ ટ્રક ચાલકે અકસ્માત સર્જયો હોવાનું સામે આવ્યું છે. બેફામ ટ્રક ચાલકે બે સગીરા સહિત ઉભેલા ત્રણ લોકોને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી ભયાનક હતી કે, બે સગીરાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ તરફ ટ્રક ચાલક સહિત બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે.

પોલીસ ઘટના સ્થળે દોડી આવી
મહત્વનું છે કે,ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ ઘટના અંગે પોલીસને જાણ કરી દેતા પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી.જ્યાં પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : વધુ એક અકસ્માત, મહેસાણા નંદાસણ નજીક ફોર્ચ્યુનર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા 1નું મોત

Back to top button