

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકનાથ શિંદેને મહારાષ્ટ્રના નવા સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે સાથે દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવતા મોટી વાત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે એકનાથ શિંદે એવા ગ્રાસરૂટ નેતા છે જે મહારાષ્ટ્રને ઉંચાઈ પર લઈ જશે.
महाराष्ट्राच्या मुख्यमंत्रीपदाची शपथ घेतल्याबद्दल मी @mieknathshinde जी यांचे अभिनंदन करतो. तळागाळातील नेता असलेल्या शिंदेंकडे समृद्ध राजकीय, विधिमंडळविषयक आणि प्रशासकीय अनुभव आहे. महाराष्ट्राला मोठ्या उंचीवर नेण्याचे कार्य ते करतील असा विश्वास मला वाटतो.
— Narendra Modi (@narendramodi) June 30, 2022
મહારાષ્ટ્રના રાજકારણમાં આજનો દિવસ ખૂબ જ ચોંકાવનારો હતો. ભાજપે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે આગળ કર્યા છે. એકનાથ શિંદે રાજભવનમાં સીએમ પદના શપથ લઈને મહારાષ્ટ્રના નવા સીએમ બન્યા છે. જ્યારે શિંદે કેબિનેટમાં દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમનું પદ સંભાળશે.
महाराष्ट्राचे उपमुख्यमंत्री म्हणून शपथ घेतल्याबद्दल मी @Dev_Fadnavis यांचे अभिनंदन करतो. भाजपाच्या प्रत्येक कार्यकर्त्यासाठी ते प्रेरणादायी आहेत. त्यांचा अनुभव आणि विद्वत्ता ही सरकारसाठी मोठी संपदा आहे. महाराष्ट्राच्या विकास यात्रेला ते अधिक बळकटी देतील याची मला खात्री आहे.
— Narendra Modi (@narendramodi) June 30, 2022
પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપી ગઠબંધન સાથે એકનાથ શિંદેના રાજ્યાભિષેક પર શિંદેને અભિનંદન પાઠવ્યા છે. “હું મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે જીને અભિનંદન આપું છું. એક જમીન સાથે જોડાયેલા નેતા હોવા ઉપરાંત શિંદે પાસે સમૃદ્ધ રાજકીય, કાયદાકીય અને વહીવટી અનુભવ છે. મને ખાતરી છે કે તેઓ મહારાષ્ટ્રને વધુ ઉંચાઈઓ પર લઈ જશે.