આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મળે છે ધન,સંપતિ અને વૈભવ
ભગવાન શિવનું ઘરેણું એટલે રુદ્રાક્ષ, મહાકાલ સંહિતા અનુસાર રુદ્રાક્ષને ભગવાન શિવનાં આંસુ કહેવાય છે. સામાન્ય રીતે ૧થી ૧૪ મુખના રુદ્રાક્ષનું ચલણ વધારે જોવા મળે છે. નેપાળ, ભારત, જાવા, સુમાત્રા બમાં અને ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં રુદ્રાક્ષ સૌથી વધારે પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ એક અલભ્ય અને દુર્લભ રુદ્રાક્ષની. આ રુદ્રાક્ષનું નામ છે એક મુખી. એક મુખી રુદ્રાક્ષમાં સૂર્યની સૌરશક્તિ, મંગળનું નેતૃત્વ અને ગુરુનું જ્ઞાન સાથે સાથે શનિ-રાહુની ક્રૂરતા અને તાનાશાહી પણ સામેલ છે. પ્રાચીન સમયમાં એક મુખી રુદ્રાક્ષનું ફળ એક વર્ષમાં માત્ર એક વાર જ પ્રાપ્ત થતું હતું. જોકે, હવે એક મુખી રુદ્રાક્ષ દરેક જગ્યાએ સરળ રીતે મળે છે.
હવે વાત કરીએ એક એવા રુદ્રાક્ષ વિશે જેના પર સ્વયં ભગવાન શિવ અને મા પાર્વતીના આશીર્વાદ છે. આ રુદ્રાક્ષનું નામ છે ગૌરીશંકર રુદ્રાક્ષ. ગૌરીશંકર રુદ્રાક્ષ બે રુદ્રાક્ષનું એક દુર્લભ નૈસર્ગિક જોડું છે. દ્વિમુખી રુદ્રાક્ષની બરાબર વચ્ચે બે નાના ભાગ ઉપસેલા હોય છે કે જેને શિવ અને પાર્વતીનું સ્વરૂપ કહેવામાં આવે છે. જે જાતકની કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર દૂષિત થયેલા હોય અને લગ્નજીવન સાવેય ખાડે ગયેલું હોય તેવા જાતકો શ્રાવણ માસ દરમિયાન ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે તો તેમના દાંપત્યજીવનને શિવ-પાર્વતીના આશીર્વાદ મળે છે
જાણવું ગમશે : નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર પર નવ ગ્રહોના આશીર્વાદ અને કૃપા વરસે છે. આ સાથે નવ મુખી રુદ્રાક્ષ પર નવદુર્ગાના આશીર્વાદ હોય છે.
આ સાથે જ સંહિતા અને લિંગપુરાણમાં અનોખો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દસ મુખી રુદ્રાક્ષ સ્વયં રાવણ પણ ધારણ કરતો હતો અને એવી વાયકા છે કે દસ મુખી રુદ્રાક્ષના કારણે રાવણમાં અભિમાન અને અહમ્ આવી ગયેલાં. ફળસ્વરૂપ સંસ્કાર રાવણે સોનાની લંકા, કુટુંબ અને જીવ ગુમાવેલા. દસ મુખી ૐ સાથે રુદ્રાક્ષમાં ગજબની પોઝિટિવિટી પણ છે.
આ પણ વાંચો : આજે જીવંતિકા વ્રતનો બીજો શુક્રવારઃ શું છે નિયમો? કેવી રીતે ઉજવાય છે?