અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULEમાં વાંચો વેરાવળમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ, જાણો ઈસરોમાં નોકરી મેળવવા શું કરવું..

બૂટ ગંદા ન થાય માટે મંત્રીએ સીધી પ્લેટફોર્મમાં કાર ઘુસાડી
યોગી સરકારમાં કેબિનેટ મંત્રી ધર્મપાલ સિંહ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે પશુધન મંત્રી નિવેદનના કારણે નહીં પરંતુ તેમની કાર સીધી રેલવે સ્ટેશનમાં ઘૂસી જવાના કારણે વિવાદમાં આવ્યા છે. બુધવારે યોગી સરકારમાં પશુધન મંત્રીને ટ્રેન પકડવામાં મોડું થયું હતું. એવું કહેવાય છે કે, ટ્રેન પકડવાની ઉતાવળમાં મંત્રીએ પોતાની કાર સીધી પ્લેટફોર્મની અંદર ઘુસાડી દીધી હતી.

વધુ વાંચો : ઉત્તર પ્રદેશના મંત્રી ધરમપાલ સિંહ પર ઉઠ્યા સવાલ : ટ્રેન પકડવાની ઉતાવળે દિવ્યાંગોના રેમ્પ પર ગાડી ચઢાવી

SITએ ગુનાના માસ્ટરમાઇન્ડ ફિરોઝપુરના રહેવાસી અલીજાનની પણ ધરપકડ કરી
હરિયાણાની નૂહ હિંસાનું ષડયંત્ર પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું. આરોપીઓએ પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે બ્રજ મંડળ યાત્રા દરમિયાન ક્યારે, ક્યાં અને કેવી રીતે હુમલો કરવો. પોલીસે આ ઘટનાના માસ્ટર માઈન્ડ અલીજાનની ધરપકડ કરી છે. અલીનું પગેરું અને ઓળખના આધારે પોલીસે અન્ય બે આરોપીઓને પણ પોતાની કસ્ટડીમાં લીધા છે જ્યારે એક હજુ ફરાર છે.

વધુ વાંચો : નૂહ હિંસાનું કાવતરું પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું, માસ્ટર માઈન્ડ અલીજાને તેની ધરપકડ બાદ ખુલાસો કર્યો

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ
ભારતના કુસ્તી પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે.તેમાં કહેવામાં આવ્યું હતું કે જો આગામી 45 દિવસ એટલે કે 15 જુલાઈ સુધી ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી નહીં થાય તો સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવશે.

વધુ વાંચો : યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે ભારતીય કુસ્તી સંઘનું સભ્યપદ કર્યું રદ, જાણો કારણ

પાઈપ લાઈન ફાટતાં આઠમા માળ સુધી પહોંચ્યું પાણી
મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં બુધવારે બૉમ્બે મ્યુનિસિપાલ કોર્પોરેશનની પાણીની પાઈપ લાઈન ફાટી ગઈ.પાણીનું દબાણ આટલું હતું કે તે 8 માળની બિલ્ડિંગ સુધી પહોંચી રહ્યું હતું. જ્યાં આ ઘટના બની તેની આસપાસ 4-5 બહુમાળી બિલ્ડિંગો છે. બે બિલ્ડિંગમાં પાણી ઘૂસ્યાના સમાચાર સામે આવ્યા છે. આજુબાજુના રસ્તાઓ પર પણ પાણી ભરાયા હતા. આ દરમિયાન હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આ મામલે BMC અધિકારીઓએ જણાવ્યું કે 23 ઓગસ્ટે બપોરે 3 વાગ્યે આદર્શ નગર રોડ પર ટ્વિંકલ એપાર્ટમેન્ટ પાસે 1200 mm વ્યાસની મુખ્ય પાઇપલાઇન ફાટી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ કોર્પોરેશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ ચેનલનો સપ્લાય બંધ કરી દીધો હતો. બાદમાં તેને ઠીક કરી સપ્લાય ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો : મુંબઈમાં BMCની પાણીની પાઈપલાઈન ફાટી : બિલ્ડિંગના આઠમા માળ સુધી પહોંચ્યું પાણી, જૂઓ આ અચરજ પમાડતો નજારો

ઉના બાદ હવે વેરાવળમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું
તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે ગીર સોમનાથમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. SOGએ નકલી ઘીના ધંધા પર સકંજો કસ્યો છે.આ સાથે વેરાવળમાં ચેકિંગ ઝુંબેશમાં નકલી ઘીની બે ફેક્ટરીઓ મળી આવી છે. અહીં તપાસમાં એસઓજીએ 2.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વધુ વાંચો : તહેવારોની સિઝનમાં ઘી ખાતા પહેલા ચેતજો! વેરાવળમાં નકલી ઘીના કારોબાર પર SOGનો સપાટો

શું તમારે પણ ઇસરોમાં સાઇંટિસ્ટ બનવું છે?
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ISRO (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન) એ વિશ્વની સૌથી સફળ અવકાશ એજન્સીઓમાંની એક છે. તેણે ઘણા અવકાશ મિશન સફળતાપૂર્વક અને ખૂબ ઓછા ખર્ચે પૂર્ણ કર્યા છે. ચંદ્રયાન-3 પણ 23-08-2023ના સાંજે 06 વાગીને 04 મિનિટે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સફળ લેન્ડિંગ કર્યું છે અને વિશ્વમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. ત્યારે આવામાં વિજ્ઞાનના ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે જ આગળ વધવું હોય છે ત્યારે તેમણે ધોરણ 12 પછી ISROમાં જવા માટે વિદ્યાર્થીઓએ પહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, IISTમાં પ્રવેશ મેળવવો પડશે. આ માટે વિદ્યાર્થીઓ IISER દ્વારા લેવામાં આવતી JEE એડવાન્સ્ડ અથવા સેન્ટ્રલ બોર્ડ આધારિત એપ્ટિટ્યુડ ટેસ્ટમાં બેસી શકે છે.

વધુ વાંચો : શું તમારે પણ ઇસરોમાં સાઇંટિસ્ટ બનવું છે? તો જાણીલો તેનો અભ્યાસ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
રાજ્યના વિવિધ વિસ્તારો પણ વરસાદના અભાવને અનુભવી રહ્યા છે. ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. તેવામાં હવે વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

વધુ વાંચો : ગુજરાતમાં આજથી બદલાશે હવામાન; અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Back to top button