અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મ

Ganesh Chaturthi 2023: ગણેશજીની ભક્તિ મોંધી પડશે, 25 % વધુ ભાવ ચૂકવવા રહેજો તૈયાર

  • અમદાવાદ સહિત રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી તૈયારીઓ
  • ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓના બુકિંગ માટે અત્યારથી જ પડાપડી
  • ગણેશભક્તોને વિધ્નહર્તાની મૂર્તિઓમાં પણ નડશે મોંઘવારી

શહેરીજનો આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવને ધામધૂમથી ઊજવવા માટે અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે. હવે રક્ષાબંધન અને સાતમ-આઠમ બાદ આવી રહેલા ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ખાસ માટીના ગણેશ બનાવવા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાતાં કારીગરોએ 20-20 કલાક કામ કરી એક ફૂટથી લઇ નવ ફૂટ સુધીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ આ વખતે રો-મટીરિયલ અને દરેક વસ્તુમાં ભાવવધારો આવતાં ગણેશજીની મૂર્તિની ખરીદીમાં ભક્તોએ પણ ખિસ્સાં થોડાં વધારે હળવાં કરવાં પડશે અને ગણેશ ભક્તોએ વિઘ્નહર્તાને ઘરે આવકારવા 25 % ઊંચા ભાવ ચૂકવવા પડશે

ગણેશજીની ભક્તિ પણ મોંધી પડશે, 25 % વધુ ભાવ ચૂકવવા રહેજો તૈયાર Hum dekhenge news

પીઓપીની મૂર્તિના ખરીદ-વેચાણ અને સ્થાપના પર પ્રતિબંધ

તાજેતરમાં જ ગણેશોત્સવના આયોજકો અને મૂર્તિ બનાવતા કારીગરો માટે આ વખતે પીઓપીની મૂર્તિ બનાવવા અને વેચાણ કરવા તેમજ સ્થાપના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, જોકે તેના કારણે શહેરમાં ઘણા રાજસ્થાની કારીગરો કે જે બે-ત્રણ મહિના અગાઉ આવી પીઓપીની મૂર્તિ બનાવે છે તેમને નુકસાન થવાની શક્યતા છે. આ ઉપરાંત તેઓને મહત્તમ નવ ફૂટ ઊંચાઈની મૂર્તિ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. કારીગરો દ્વારા હાલ જાહેરનામા મુજબ એક ફૂટથી લઇને આઠ ફૂટ સુધીની અલગ અલગ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. લોકો પોતાની પસંદગી મુજબ અત્યારથી જ પોતાના દુંદાળાદેવની પસંદગી કરી બુકિંગ કરાવી રહ્યા છે તો કેટલાક પોતાની ઈચ્છા મુજબની મૂર્તિઓ બનાવવા સ્પેશિયલ ઓર્ડર પણ આપી રહ્યા છે .

જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

શહેરમાં મોટા પ્રમાણમાં સેંકડો આયોજનો સહિત સોસાયટી અને ઓફિસોમાં મળી નાના-મોટા હજારો ગણેશોત્સવ યોજાય છે. આ મહોત્સવ સમયે જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ છે. ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની નવ ફૂટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ છે. નક્કી કરાયેલાં વિસર્જન સ્થળો સિવાય અન્ય કોઈ જળસ્રોત ખાતે વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ છે. મૂર્તિઓ બનાવવાની કામગીરી, વેચાણની જગ્યા નજીકમાં ગંદકી કરવા તેમજ મૂર્તિઓની બનાવટમાં ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે.

ગણેશજીની ભક્તિ પણ મોંધી પડશે, 25 % વધુ ભાવ ચૂકવવા રહેજો તૈયાર Hum dekhenge news

ખંડિત મૂર્તિઓમાં પણ રાખવુ પડશે ધ્યાન

ગણેશજીની સ્થાપના દિવસ બાદ ખંડિત થયેલ મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર પ્રતિબંધ છે. કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય એવાં કોઈ ચિહ્નો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા, સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ છે. પરમિટમાં દર્શાવેલા રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના, વિસર્જન સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ છે. સીસીટીવી લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ છે. ફાયર એકસ્ટિંગ્વિશર (અગ્નિશામક) લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ છે.

ઘાસ, માટી, લાકડા, ખીલી, કલર, મજૂરીમાં વધારો થતાં મૂર્તિમાં ભાવ વધ્યા

મૂર્તિકારના જણાવ્યા અનુસાર આ વખતે લોકો અત્યારથી જ મૂર્તિનાં બુકિંગ કરાવવા માટે આવી રહ્યા છે. ખાસ તો લોકોમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ માટે જાગૃતિ ખૂૂબ જ વધી ગઈ છે ત્યારે અમે પણ અમુક વર્ષોથી ગણપતિદાદાની ફક્ત માટીની જ મૂર્તિ બનાવીએ છીએ. આ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓમાં લાકડાના બેઇઝથી ભગવાનનું આસન અને તેના ઉપર સૂકા ઘાસનો ઉપયોગ કર્યા બાદ માટીથી કારીગરી કરી સંપૂર્ણ ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે. ગત વર્ષે અમે હજારો મૂર્તિઓનું વેચાણ કર્યું હતું. આ વર્ષે પણ અગાઉથી જ એક ફૂટથી લઇ આઠ ફૂટ સુધીની ચાર હજાર જેટલી મૂર્તિઓ બનાવી રહ્યા છીએ. ઘાસ, માટી, લાકડા, ખીલી, કલર તેમજ મજૂરીમાં વધારો આવતાં આ વર્ષે મૂર્તિમાં 25 ટકા ભાવવધારો નોંધાયો છે, જેમાં 4000થી શરૂ કરી 35000 સુધીની મૂર્તિ બજારમાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટે ગુજરાત આવશે, જાણો શું છે તેમનો કાર્યક્રમ

Back to top button