ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ બનશે, દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નહીં જોડાય

Text To Speech

મુંબઈ, શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે ગુરુવારે સાંજે 7:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજભવનમાં એકલા મુખ્યમંત્રી શિંદે શપથ લેશે. દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. બીજેપી નેતાએ એમ પણ ક્હ્યું કે તેઓ સરકારમાં જોડાશે નહીં. ભાજપે આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા છે.

Devendra-Fadnavis

પ્રેસ કોન્ફરન્સમાં એકનાથ શિંદેની સાથે આવેલા ફડણવીસે કહ્યું, 2019માં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી. અમને સંપૂર્ણ બહુમત મળ્યો. અમારી બહુમતી 170 સીટો સુધી જઈ રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રેલીમાં મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરી હતી. પરંતુ ચૂંટણી પછી શિવસેનાએ એવા લોકો સાથે ગઠબંધન કર્યું હતું, જેમની સાથે બાળાસાહેબ ઠાકરે આખી જિંદગી લડ્યા હતા.

EKNATH SHINDE

ઉદ્ધવ ઠાકરેના રાજીનામા પછી ભારતીય જનતા પાર્ટી (BJP) એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર શિવસેના ધારાસભ્યોના સમર્થન સાથે રાજ્યમાં સત્તા પર પાછા ફરવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે યોજાનાર વિશ્વાસ મત પહેલા જ બુધવારે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી.

EKNATH SHINDE

ભાજપ શિવસૈનિકોનું સન્માન કરે છેઃ શિંદે
ભાજપ અને શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી, અમને સંપૂર્ણ સમર્થન મળ્યું. કમનસીબે અમારે આ પગલું ભરવું પડ્યું. અમે મહારાષ્ટ્રના લોકો માટે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસજી પાસે નંબર હતા, પરંતુ તેમણે બાળાસાહેબના શિવસૈનિકને સન્માન આપ્યું છે. આ માટે પીએમ મોદીનો આભાર. શિંદેએ કહ્યું કે, રાજ્યની અપેક્ષા પૂરી કરવા માટે દિવસ-રાત કામ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં મજબૂત સરકાર જોવા મળશે. કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે. લોકોની અપેક્ષા પુરી કરવા કટિબદ્ધ રહેશે.

ઠાકરેની ઘોષણા તેના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ગુરુવારે મહારાષ્ટ્રના રાજ્યપાલના નિર્દેશ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યાની મિનિટો પછી આવી.

Back to top button